Satya Tv News

ગુજરાત બોર્ડનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર, ગત વર્ષ કરતા 13 ટકાનો ઘટાડો થયો

આજે ગુજરાત બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર કરાયું

આ વર્ષનું પરિણામ વર્ષની સરખામણીમાં 13 ટકા જેટલું ઓછું રહ્યું

વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા, વિદ્યાર્થીઓનું 67.03 ટકા પરિણામ જાહેર

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આખરે આજે જાહેર થયું છે. જેમાં 73.27 ટકા પરિણામ રહ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં 13 ટકા જેટલું ઓછું રહ્યું છે. આ વર્ષે 3.49 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા, વિદ્યાર્થીઓનું 67.03 ટકા પરિણામ રહ્યું છે.

આ વર્ષે કચ્છ જિલ્લો 84.59 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. તો દાહોદ જિલ્લો 54.68 ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે જ્યારે દેવગઢ બારિયા કેન્દ્ર 26.28 ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે રહ્યું છે.

ગુજરાતી માધ્યમનું 72.83 ટકા પરિણામ અને અંગ્રેજી માધ્યમનું 79.16 ટકા પરિણામ રહ્યું છે. વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા, વિદ્યાર્થીઓનું 67.03 ટકા રહ્યું છે. તેમજ 311 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે 44 શાળાઓમાં 10 ટકા કરતા ઓછું પરિણામ રહ્યું છે. ગત વર્ષે માત્ર એક શાળામાં 10 ટકા કરતા ઓછું પરિણામ હતું.

પરિણામ અંગે ગુજરાત બોર્ડના જોઈન્ટ ડાયરેક્ટર એનકે રાવલે મીડિયાને જણાવ્યું કે, પસામાન્ય પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા રાજ્યના 482 કેન્દ્રો ઉપર લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 4,79,298 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 3,49,792 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોંધાયેલા હતા. તે પૈકી 28,321 ઉપસ્થિત રહ્યા હતા, તેમાંથી 11,205 ઉમેદવાર સફળ થયા છે.

ગ્રેડ પ્રમાણે પરિણામ વાંચો

જેમાં A- ગ્રેડમાં 1875, A-2 – ગ્રેડમાં 21,038, B-1 ગ્રેડમાં 52,291, B-2 ગ્રેડમાં 83,596, C-1માં 1,01,797, C-2 ગ્રેડમાં 77,043, D – 12,020, E-1 ગ્રેડમાં132 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયા છે. આ પરિણામ અનુસાર A1 ગ્રેડમાં પણ ગત વર્ષની સરખામણીમાં પરિણામ ઓછું આવ્યું છે જ્યારે C1 ગ્રેડમાં વધુ વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે.

ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર, જન્મ તારીખ સહિત અન્ય વિગતો GSEBની વેબસાઈટ પર જઈને પોતાનું પરિણામ જોઇ શકે છે.

વોટ્સએપ પર પર મેળવવા આટલું કરો

Whatsapp પર પરિણામોનો પહેલો પ્રયોગ સફળ રહ્યો હતો જેથી આ પરિણામમાં પણ whatsapp પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓ વોટ્સએપ નં. 63573 00971 પર સીટ નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકશે.

error: