ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં એ વન ગ્રેડમાં નવ એ ટુ ગ્રેડમાં 243 વિદ્યાર્થીઓ આવ્યા હતા.
ભરૂચ જિલ્લામાં નેત્રંગ કેન્દ્રનું સૌથી વધુ 86.99 ટકા પરિણામ જાહેર થયું છે અને જંબુસર કેન્દ્રનું સૌથી ઓછું 66.40 ટકા પરિણામ જાહેર થયું છે પરિણામ જાહેર થયા બાદ શાળાઓ ખાતેથી વિદ્યાર્થીઓને રીઝલ્ટ આપવામાં આવશે સવારે આઠ કલાકથી ઓનલાઇન વિદ્યાર્થીઓએ રીઝલ્ટ જોયા હતા અને ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો.
સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર થયું છે જે ગત વર્ષ કરતાં 13.64 ટકા ઘટ્યું છે આ વર્ષે પણ છોકરીઓએ મેદાન માર્યું છે. રાજ્યની 311 શાળાઓનું સો ટકા પરિણામ આવ્યું છે.