Satya Tv News

અમદાવાદના વિશાલા બ્રિજ પરથી રિક્ષા ચાલકે પડતુ મુકીને આપઘાત કર્યો, TRB જવાને બચાવવાનો પ્રયાસ કર્યો પણ રિક્ષા ચાલકનું મોત થયું

વિશાલા બ્રિજ પરથી રિક્ષા ચાલકે કર્યો આપઘાત
TRB જવાને બચાવવાનો પ્રયાસ કર્યો
રિક્ષા ચાલકનુ મોત નિપજયુ, પરિવારજનોમાં શોકની માહોલ

અમદાવાદના વિશાલા બ્રિજ પરથી રિક્ષા ચાલકે પડતુ મુકીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ ધમધમતા ટ્રાફિક વચ્ચે રિક્ષા ચાલકે આપઘાત કરતા TRB જવાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રિક્ષા ચાલકનું મોત થયું હતું. આ તરફ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ રિક્ષા ચાલકે કેમ આપઘાત કર્યો તેનું કારણ હજી સામે નથી આવ્યું.

અમદાવાદના ઈસનપુર વિસ્તારમા રહેતા અને રિક્ષા ચાલક કપીલ કાલાએ આપઘાત કરી લીધો છે. રિક્ષામા પક્ષીઓનો માળો સાચવી રાખનાર રિક્ષા ચાલક કપીલ કાલાએ આપઘાત કરીને પોતાના ઘરનો માળો વિખેરી નાખ્યો છે. વિગતો મુજબ કપીલ કાલા બપોરે ઘરેથી નીકળ્યા અને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

ઇસનપુરના રિક્ષા ચાલક ને આચાનક એવુ શુ થયુ કે, તેણે વિશાલા બ્રિજ પરથી ધમધમતા ટ્રાફિકની વચ્ચે નદીમા પડતુ મુકીને આપઘાત કરી લીધો ? તે અંગે પણ અનેક સવાલ ઊભા થયા છે. આ તરફ રિક્ષા ચાલકે આપઘાત કરી લેતા 2 દીકરીએ પિતા ગુમાવવાનો વારો આવ્યો છે. જોકે હાલ તો પોલીસ આર્થિક સંકળામણ કે માનસિક તણાવને લઈને આપઘાત કર્યો હોવાનુ માની રહી છે.

મહત્વનું છે કે, આપઘાતની ઘટનામાં કારણ અંકબંધ છે. મહત્વનુ છે કે, રિક્ષા ચાલકે આપઘાત કરતા ટ્રાફિક વિભાગના ટીઆરીબી જવાન ઘટના સ્થળે પહોચીને કપીલને બચાવવાના પ્રયત્ન કર્યો પરંતુ તેનું મોત થયું હતું. આ તરફ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમા ટ્રાફિક જામ સર્જાયો હતો.

error: