વાગરામાં કેમિકલ યુક્ત પાણી છોડાયું
UPL-12માંથી કેમિકલ વાળું છોડાયું પાણી
સ્થાનિકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું
UPLના ગેટ પર ગાંધીચીઢીયા માર્ગે આંદોલન
સ્થાનિકો જણાવે છે કે રસ્તારોકો આંદોલન
વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક આવેલ UPL-12 કંપની માંથી કેમિકલ યુક્ત પાણી છોડતા સ્થાનિક લોકો મા ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
હાલ UPL -12 કંપની માંથી કંપની નુ કેમિકલ વાળું પાણી છોડાઈ રહ્યું. આ કંપની ની આજુબાજુ કેટલીય ખેતી લાયક જમીન આવેલ છે અને અહીંયાના સ્થાનિક લોકો પશુ પાલન નો ધંધો પણ કરે છે જો આ સ્થાનિક લોકો ના ઢોર ધાખર આ કેમિકલ વારુ પાણી પીવે તો ખુબ મોટી સમસ્યા નુ સર્જન થાય તેમ છે અગાઉ પણ UPL -12કંપની માંથી પાણી છોડવા મા આવ્યું હતું . તે સમયે પનીયાદરા ગામ ના તળાવ મા રહેતા અસંખ્ય માછલી, કાચબા તેમજ અન્ય જળચર પ્રાણીઓ મોતને ભેટ્યા હતા. UPL કંપની પોતાના સ્વાર્થ માટે આવા અબોલા જળચર પ્રાણીઓ નો ભોગ લીધેલ છે. આ UPL કંપની દ્વારા વારંવાર આવી ઘટના બનતી રહે છે. પરંતુ કોઈ પણ સરકારી કર્મચારી કોઈ પણ જાતની કર્યવાહી કરવામાં આવતી નથી .સ્થાનિક લોકો નુ કહેવું છે કે UPL કંપની થી જયારે ભોપાલ જેવી ઘટના બનશે. તે સમયે સ્થાનિક લોકો ના ટોળાં ઓ UPL કંપની ના ગેટ પર પહોંચ્યા હતા. તે સમયે UPL કંપની ના અધિકારી દીક્ષિત ગીરી ગોસ્વામી, કૌશિક ચકર્વતી, અને રેડ્ડી સાહેબ ને કોલ કરેલ પરંતુ આ UPL કંપની ના અધિકારી ઓ દ્વારા કોઈ પ્રતિ ઉત્તર આપેલ ન હતો. સ્થાનિક લોકો લાસ્ટ મા જણાવ્યુ હતું કે જો આ વખતે સરકારી કર્મચારી ઓ દ્વારા UPL કંપની સામે જો યોગ્ય પગલાં લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહિ આવેતો આવનારા સમય મા UPL કંપની ના ગેટ ઉપર ગાંધીચીઢીયા માર્ગે આંદોલન કરીશુ અને જરૂર પડશે તો રસ્તારોકો આંદોલન પણ કરીશુ તેમ સ્થાનિક લોકો એ જણાવેલ છે .
વિડીયો જર્નાલિસ્ટ સહદેવ ગોહિલ સાથે સત્યા ટીવી વાગરા