Satya Tv News

દ્વારકા પોલીસની ટીમે બાતમીના આધારે ખંભાળિયામાંથી એમડી ડ્રગ્સ સાથે જામનગરના શખ્સને ઝડપી પાડ્યો છે.

રાજ્યમાં ફરીથી ડ્રગ્સ પકડવાને લઇને પોલીસને મોટી સફળતા મળી છે, દ્વારકા જિલ્લા પોલીસની ટીમે ખંભાળિયામાંથી એમડી ડ્રગ્સ સાથે જામનગરના શખ્સને દબોચી લીધો છે. આ શખ્સ પાસેથી લગભગ દોઢ લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

દ્વારકા પોલીસની ટીમે બાતમીના આધારે ખંભાળિયામાંથી એમડી ડ્રગ્સ સાથે જામનગરના શખ્સને ઝડપી પાડ્યો છે, શખ્સ પાસેથી લાખોની કિંમતનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે. મુંબઈના સપ્લાયરની આ મામલે અટકાયત કરવામાં આવી છે, અને તેને રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.

થોડા સમય પહેલા ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ બાદ જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ખંભાળિયા નજીકના દાતા ગામેથી જામનગરના એક કટલરીના વેપારીને 17.650 ગ્રામ એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યો છે. આ પ્રકરણમાં મુંબઈના એક સપ્લાયરને પણ દબોચવામાં આવ્યો છે. આ મામલામાં પોલીસે 1,76,500 રૂપિયાની કિંમતનો 17.650 ગ્રામ એમ. ડી. ડ્રગ્સનો જથ્થો કબજે લઈ લીધો છે અને ખંભાળિયા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાવામાં આવ્યો છે. જેમાં આગળની તપાસ એસ.ઓ.જી. વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

error: