Satya Tv News

ટ્રેન ધીમી પડતા દારૂ ભરેલો કોથળો લઈને કૂદીને ભાગવા જતા આરોપીને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો દારૂ આપનાર તથા મંગાવનાર મહિલા સહિત બે આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે

રેલ્વે એલસીબી પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો રાત્રે કોટા પાર્સલ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન યાર્ડ વિસ્તારમાં પ્રિય લક્ષ્મી મિલ પાસે ધીમી પડતા પાછળના જનરલ ડબ્બામાંથી એક આરોપી કંતાનનો કોથળો લઈને નીચે કૂદીને ભાગવા જતો હતો. પોલીસે તેનો પીછો કરી ઝડપી લીધો હતો. ટ્રેનમાંથી કૂદીને ભાગતા રિયાઝ યુસુફ શેખ રહે- રેલવે સ્ટેશન પાછળ ફૂટપાથ પર મૂળ નેપાળની પાસેના તપાસ કરતા વિદેશી દારૂની 64 બોટલ રૂ.6,848 રૂપિયાની મળી આવી હતી. પૂછપરછ ધર્મ દરમિયાન તેના જણાવ્યું હતું કે આ બોટલ વિવેક તથા મેઘનગર ખાતેથી વાઇન શોપમાંથી ખરીદી હતી અને પંડ્યા બ્રિજ નીચે ઝૂંપડામાં રહેતા રહેતી કાળી નામની મહિલાએ મંગાવી હતી. પોલીસે રિયાઝની ધરપકડ કરી વિવેક તથા મહિલાની શોધખોળ હાથ ધરી છે

error: