Satya Tv News

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં જીપી કલેક્શન તથા વ્હાઇટ હાઉસ નામની દુકાનમાં રેમન્ડ કંપનીના નામે ડુપ્લીકેટ કાપડનું વેચાણ ઝડપાયું છે. પોલીસે રેમન્ડ કંપનીના ડુપ્લીકેટ માર્કાવાળા રૂ. 66,270 ની કિંમતના 25 કાપડના તાકા કબજે કરી બંને દુકાન સંચાલક વેપારીઓની ધરપકડ કરી છે. અત્રે નોંધનીય છે કે, ડુપ્લીકેટ કાપડ વેચાણ થતું હોવાની જાણ થતા ખાનગી કંપનીના કર્મચારીઓએ પુરાવા રૂપે કાપડ ખરીદી પાકું બિલ મેળવ્યું હતું.

મહારાષ્ટ્ર ખાતેની ખાનગી કંપની રેમન્ડ કંપનીના કોપીરાઈટ હકોના રક્ષણનું કામ કરે છે. વડોદરામાં રેમન્ડ કંપનીના નામે ડુપ્લીકેટ મટીરીયલ વેચાતું હોવાની તેમને માહિતી મળી હતી. જેના આધારે ટાવર રોડ સૂર્યપ્રકાશ હોટલ પાસે જીપી કલેક્શન તેમજ શિયાપુરા પોલીસ ચોકી પાસે આવેલ વ્હાઇટ હાઉસ નામની કપડાની દુકાનમાંથી રેમન્ડ કંપનીના કાપડની ખરીદી કરી પાકું બિલ મેળવ્યું હતું. તપાસ કરતા રેમન્ડ કંપનીના નામે ડુબલીકેટ કાપડનું વેચાણ થતું હોવાનું બહાર આવ્યું હતું. જેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન ચાર વડોદરા શહેર સાથે સંકલન કરી દરોડાની કામગીરી હાથ ધરી હતી. અને જીપી કલેક્શનના સંચાલક ને રૂ. 51,870 ની કિંમતના રેમન્ડ કંપનીના ડુબલીકેટ માર્કાવાળા કાપડના 21 ટાંકા સાથે ઝડપી પાડ્યો હતો. તેવી જ રીતે વ્હાઇટ હાઉસ દુકાન સંચાલકને રૂ. 14,400 ની કિંમતના રેમન્ડ કંપનીના ડુબલીકેટ માર્કાવાળા કાપડના 4 ટાંકા સાથે ઝડપી પાડ્યો હતો. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે પોલીસે વેપારીઓની કોપીરાઇટ એકટ હેઠળ અટકાયત કરી ગુનાની વધુ તપાસ અર્થે આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

error: