Satya Tv News

ધો.12 સામાન્ય પ્રવાહના આજે જાહેર થયેલા પરિણામમાં વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં રહેતા અને ફ્રુટની લારી ચલાવનારાની દીકરીએ 99.86 પર્સેન્ટાઈલ અને 92.53 ટકા પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે.

તુલસવાડીમાં રહેતી રોઝી ફાતિમા પઠાણના પિતા જસીમ હુસેન પઠાણ ફ્રુટની લારી ચલાવે છે. રોઝી ફાતિમાના બીજા ચાર ભાઈ બહેનો છે અને પિતા જ ઘરનો એક માત્ર આધાર છે. રોઝીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ધો.8 સુધીનો અભ્યાસ કર્યો છે.

error: