Satya Tv News

ફિલ્મ ‘પુષ્પા 2’ની કોઈ ને કોઈ અપડેટ આવતી રહે છે. હાલમાં જ ફિલ્મ ‘પુષ્પા 2’ બાબતે એક સમાચાર સામે આવ્યા છે. બે કલાકાર ઘાયલ થઈ ગયા છે.

  • ફિલ્મ ‘પુષ્પા 2’ બાબતે એક સમાચાર સામે આવ્યા
  • ‘પુષ્પા 2’ના કલાકારોની બસનો એક્સિડન્ટ
  • 2024માં રિલીઝ થશે ફિલ્મ

 અલ્લુ અર્જૂન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા ધ રાઈઝ’ની સફળતા પછી ફેન્સ ફિલ્મ ‘પુષ્પા ધ રૂલ’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અલ્લુ અર્જૂનના જન્મદિવસે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટીઝર જોયા પછી ફેન્સ ખૂબ જ ઉત્સુકતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. 

ફિલ્મ ‘પુષ્પા 2’ની કોઈ ને કોઈ અપડેટ આવતી રહે છે. હાલમાં જ ફિલ્મ ‘પુષ્પા 2’ બાબતે એક સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર ‘પુષ્પા 2’ના કલાકાર જે બસમાં યાત્રા કરી રહ્યા હતા, તે બસનો એક્સિડન્ટ થઈ ગયો અને બે કલાકાર ઘાયલ થઈ ગયા છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ ‘પુષ્પા 2’નું શુટીંગ કરીને કલાકારોની બસ આંધ્રપ્રદેશથી હૈદરાબાદ પરત ફરી રહી હતી, તે સમયે અકસ્માત થયો હતો. નલગોંડા હૈદરાબાદ- વિજયવાડા રાજમાર્ગ પર નરકટપલ્લીમાં કલાકારોની બસ એક આરટીસી બસ સાથે ટકરાઈ હતી. 

 આ ઘટનામાં બે કલાકાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં ફિલ્મ ‘પુષ્પા 2’ના શુટીંગ શેડ્યૂલને પૂર્ણ કર્યા પછી કલાકાર બસમાં હૈદરાબાદ ફરી રહ્યા હતા. તે સમયે ટેકનિકલ પ્રોબ્લેમના કારણે ડ્રાઈવરે બસ રોડના કિનારે ઊભી રાખી હતી. 

પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર કલાકારોથી ભરેલ બસના ડ્રાઈવરે આરટીસી બસને નોટીસ કરી નહોતી અને બસ ટકરાઈ હતી. જેના કારણે કલાકારોને સામાન્ય ઈજા પહોંચી છે. ફિલ્મ ‘પુષ્પા 2’ની વાત કરવામાં આવે તો ફેન્સે આ ફિલ્મ માટે હજુ રાહ જોવી પડશે. આ ફિલ્મ વર્ષ 2024માં રિલીઝ થશે, 

આ ફિલ્મના અનેક સીન્સનું શુટીંગ કરવામાં આવ્યું છે, પરંતુ કેટલાક સીન્સનું શુટીંગ બાકી છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં બોલીવુડ અભિનેતા રણવીર સિંહ કેમિયો કરી રહ્યા છે. જેઓ અલ્લુ અર્જૂનના ‘પુષ્પા’ના પાત્રને ઈન્ટ્રોડ્યૂસ કરશે તથા પોલીસ ઓફિસની ભૂમિકા ભજવતા જોવા મળશે. 

error: