
વાપીનાં ગીતાનગર વિસ્તારમાં યુવતી સાથે અશ્લીલ હરકત સામે આવી છે. જેમાં મહિલા રીક્ષા ચાલક સામે વિધર્મી યુવકે અશ્લીલ હરકત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.
- વાપીના ગીતાનગર વિસ્તારમાં યુવતી સાથે અશ્લીલ હરકત
- પોલીસને અપશબ્દો બોલી વિધર્મીએ યુવતીને ધમકી આપી
- વિધર્મી યુવકનો અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ
રાજ્ય સરકાર મહિલાઓ પોતાનાં પગ પર ઉભી થાય તે માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વાપીમાં રીક્ષા ચલવીને પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતી મહિલા સામે વિધર્મી યુવક દ્વારા અશ્લીલ હરકત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં વિધર્મી યુવકે મહિલા રીક્ષાચાલક સામે અશ્લીલ હરકત કરતો હતો. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સોશિયલ મીડિયામાં લોકોએ વિધર્મી યુવક સામે રોષ વ્યક્ત કર્યો હતો.
વાપીમાં વિધર્મી યુવકે રીક્ષા ચાલક મહિલા સામે અશ્લીલ હરકત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે વિધર્મી યુવકે રીક્ષા ચાલક મહિલાને ધમકી પણ આપી હતી. તેમજ વિધર્મી યુવકે પોલીસને પણ અપશબ્દો બોલ્યા હતા. ત્યારે વિધર્મી યુવકનો અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયામાં લોકોએ વિધર્મી યુવક સામે કડક કાર્યવાહિ થાય તેવી માંગ કરી હતી.