
અમદાવાદઃ અમદાવાદમા હાટકેશ્વર બ્રિજ બાદ વધુ એક બ્રિજ ભયજનક સ્થિતિમાં છે. મળતી જાણકારી અનુસાર, શહેરનો ઈદગાહ બ્રિજ પણ ભયજનક સ્થિતિમાં છે. પોલીસે જાહેરનામું બહાર પાડી 15 જૂન સુધી બ્રિજને બંધ રાખવાની જાહેરાત કરી છે.
ઇદગાહ બ્રિજની નીચેના રેલવેના પાટા પર કોક્રીટ પડવાનો ભય સેવાઇ રહ્યો છે. શહેર પોલીસે જાહેરનામું બહાર પાડી બ્રિજ બંધ કરવાની જાહેરાત કરી હતી. 15 જૂન સુધી બ્રિજ બંધ રાખવા શહેર પોલીસે જાહેરનામું બહાર પાડી દીધુ હતું