Satya Tv News

સાબરમતીના ડી કેબીન વિસ્તારમાં શ્રમજીવી પરિવારની આઠ વર્ષની બાળકીને બિભત્સ અડપલાં કરી વિડિયો બનાવતા શખ્સને પોલીસે ઝડપ્યો હતો. કોર્પોરેશનની કચરાની વાનમાં ફરજ બજાવતા પિતા અને કડીયાકામ કરતી માતા ચાર બાળકોને ઘરે મુકી જતા ત્યારે અજાણ્યો શખ્સ છાપરામાં આવી આઠ વર્ષની બાળકી સાથે ખરાબ હરકત કરતો હતો. આ બાબતની જાણ મહિલા સફાઈ કામદારે કરતા આરોપીને વોચ ગોઠવીને ઝડપ્યો હતો.

સાબરમતીના ડી કેબીન વિસ્તારમાં ખેરવાનગરમાં રહેતાં આરોપીને પોલીસે ઝડપી પોક્સો એક્ટ મુજબ કાર્યવાહી કરી છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ આરોપી છેલ્લા ચાર દિવસથી સોફા ખરીદવાના બહાને દંપતીના છાપરા પાસે જતો હતો. દંપતીની ગેરહાજરીમાં ઘરે હાજર રહેતી બાળકીઓને આરોપી બિભત્સ ઈશારો કરી બોલાવતો તેમજ રમાડવાના બહાને ખોળામાં બેસાડીને ચૂંબન કરી શારિરીક અડપલાં કરતો હતો. આરોપી બાળકી સાથેની શારિરીક હરકતોના બિભત્સ વિડિયો પણ બનાવતો હતો. દંપતીના છાપરા પાસે કચરાના ઢગલા પાસે કામ કરતી મહિલા સફાઈ કામદાર ચાર દિવસથી આરોપીની હરકતો જોઈ સમજી ગઈ હતી કે, શખ્સના ઈરાદા સારા નથી. બનાવ અંગે સફાઈ કામદારે બાળકીના માતા-પિતાને જાણ કરી હતી. બનાવને પગલે પતિએ પત્નીને ઘરે રહેવા સૂચના આપી નજર રાખવા જણાવ્યું હતું. દરમિયાન આરોપી છાપરા પાસે આવ્યો અને નાની બાળકીઓને ઈશારા કરતો હતો. તે સમયે મહિલા બહાર આવતા આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, મહિલાએ આરોપીને ઝડપી પતિ સહિતના લોકોને જાણ કરી હતી.

error: