રાજ્યમાં આજે એકસાથે 4 અલગ-અલગ અકસ્માતોમાં કુલ 3 લોકોને કાળ ભરખી ગયો છે. જ્યારે આ અકસ્માતોમાં 10થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ચોટીલા-અમદાવાદ હાઈવે પર બેટી પુલ નીચે ખાબકી કાર
સુરતમાં બાઈક પર સવાર પરિવારને અજાણ્યા ચાલકે મારી ટક્કર
બનાસકાંઠાના કંસારી પાસે અકસ્માતમાં એકનું મોત
યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બોલેરો પલટી જતા 10ને ઈજા
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં આજ રોજ ગુરુવારે વધુ 4 અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. જેમાં બનાસકાંઠાના કંસારી પાસે કારે ટક્કર મારતા બાઈક ટેન્કરની પાછળ ઘુસી જતાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું છે. સુરતમાં અજાણ્યા વાહનચાલકે બાઈક પર સવાર પરિવારને અડફેટે લેતા બાળકનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે ચોટીલા-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા એકનું મૃત્યુ થયું છે. યાત્રાધામ પાવગઢ ડુંગર પર બોલેરો પીકઅપ પલટી મારી જતાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ અંગે વિગતવાર વાત કરીએ તો યાત્રાધામ પાવાગઢ ડુંગર પર અકસ્માત સર્જાયો છે. પાવગઢ ડુંગળ પર બોલેરો પલટી જતા 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કવાંટથી આવેલા 10 જેટલા માઈભક્તો ઈજાગ્રસ્ત થયા છે. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
બનાસકાંઠાના કંસારી પાસે અકસ્માતમાં એકનું મોત થયું છે. કંસારી પાસે કારે ટક્કર મારતા બાઈક ટેન્કરની પાછળ ઘુસી ગયું હતું. જેમાં પેટ્રોલ પંપ પર કામ કરતા યુવકનું અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માતની ઘટનાના CCTV પણ આવ્યા સામે છે. હાલ આ મામલે ડીસા તાલુકા પોલીસે તપાસ શરૂ કરી કરી છે.
ચોટીલા-અમદાવાદ હાઈવે પર બેટી પુલ નીચે કાર ખાબકતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. કારમાં સવાર એકનું મોત નિપજ્યું છે, અન્ય એકને ગંભીર ઈજા થતાં તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને લઈને એરપોર્ટ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે.
આજે સુરતમાંથી અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. સુરતના પીપોદરા નજીક નેશનલ હાઈવે પાસે અકસ્માત સર્જાતા એક બાળકનું મૃત્યુ નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર, લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો હતો. અજાણ્યા વાહનચાલકે બાઈક પર સવાર પરિવારને ટક્કર મારી હતી. અકસ્માતની ઘટનામાં બાળકનું મૃત્યુ થયું છે.