Satya Tv News

૧૬૦૦૦ થી વધુ વૃક્ષો વાવવા ની શરૂઆત કરાઈ

દહેજ જી.આઇ.ડી.સી.માં આવેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કંપની ખાતે 6,250 વૃક્ષો તથા અંભેટા ગામ ખાતે 10,000 વૃક્ષો વાવવાની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં રિલાયન્સ કંપનીના પ્રતિનિધિઓ તેમજ ગામ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે જી.પી.સી.બી. ભરૂચના રીજીયોનલ ઓફિસર માર્ગીબેન પટેલ દ્વારા પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરેલ મિશન લાઈફ – લાઈફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ કાર્યક્રમ હેઠળ ગામ લોકોને પર્યાવરણ માટે જાગૃત જીવનશૈલી અપનાવવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યુ હતુ.
કાર્યક્રમમાં અંભેટા ગામના ડેપ્યુટી સરપંચ રણજીતભાઈ,ગામના આગેવાનો તથા રિલાયન્સ કંપનીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.અંતમાં હાજર તમામ લોકોએ મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણનું સંરક્ષણ કરવા અંગે પ્રતિજ્ઞા લીધી હતી.

ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા

error: