Satya Tv News

અંકલેશ્વર પાઠ્યપુસ્તકની દુકાનોમાં ભીડ
વાલીઓના કપાળે ચિંતાની લકીર નજરે પડી
નોટબુકના ભાવમાં ૨૦થી ૨૫%નો ભાવ વધારો
પુસ્તકોના કોર્ષમાં ઉમેરો નહિ થતા આંશિક રાહત

અંકલેશ્વરમાં નવું શૈક્ષણિક સત્ર શરુ થાય તે પહેલા પાઠ્યપુસ્તક અને નોટબુકના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો ભાવ વધારો થતા મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે.

ઉનાળુ વેકેશન પૂર્ણતાની આરે છે અને શાળા શરુ થવામાં બે દિવસનો સમય બાકી રહ્યો છે ,ત્યારે અંકલેશ્વરની સ્ટેશનરીની દુકાનોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે જો કે પાઠ્યપુસ્તકો અને નોટબુકનાં વધેલા ભાવના કારણે વાલીઓના કપાળે ચિંતાની લકીર જોવા મળી રહી છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુક અને પાઠ્યપુસ્તકોનાં ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશન અને મજુરીના ભાવ વધારાને કારણે પાઠ્યપુસ્તક અને નોટબુકના ભાવમાં વધારો થયો હોવાનું દુકાનદારો જણાવી રહ્યા છે તેવા સમયે મધ્યમવર્ગની હાલત કફોડી બની છે.મોઘવારીના સમયમાં પાઠ્યપુસ્તકોના ભાવ પણ વધતા લોકોના ખિસ્સા પર અસર પડી રહી છે.તો બીજી તરફ ગણિત-વિજ્ઞાનના પુસ્તકો નહી બદલાવા સાથે કોર્ષમાં કોઈ ઉમેરો નહિ થતા આંશિક રાહત મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: