Satya Tv News

શહેરમાં છેલ્લા 5 મહિનામાં રોડ એક્સિડન્ટમાં 107થી વધુના મોત થયા છે, જેમાં સૌથી વધારે 52 બાઇકચાલકોના મોત થયા હતા. આ પૈકી 50 ચાલકે હેલમેટ પહેરી ન હતી. માત્ર બે વ્યકિતના હેલમેટ પહેરવા છતાં જીવ બચ્યા ન હતા. જેમાં પણ એક વ્યક્તિએ હેલમેટ પહેરી હતી પણ પાછળ બેઠેલા પુત્રએ પહેરી ન હોવાથી માથામાં ગંભીર ઈજા થતાં મોત થયું હતું.

અન્ય બનાવમાં બાઇકચાલકનું હેલમેટ ફાટી જતા મોત થયું હતું. હેલમેટ હલકી કક્ષાનું હોવાતી ફાટી ગયું હોવાનંુ જાણવા મળ્યું છે. જ્યારે સૌથી વધારે અકસ્માત હેવી વાહનોને કારણે થયા છે, જેમાં બસ, ટેમ્પો, હાઇવા, ટ્રક, ડમ્પર, ટ્રેકટર જેવા વાહનચાલકોએ રાહદારીઓ અને બાઇકચાલકોને અડફટે લઈ મોતને ઘાટ ઉતારી દીધા છે. છેલ્લા 5 મહિનામાં પોલીસે 49 હેવી વાહનોના ચાલકો સામે કાર્યવાહી કરી છે.

પલસાણાની કંપનીમાં નોકરી કરતા શિવનંદન યાદવ 11 વર્ષના પુત્ર રોહિત સાથે આવતા હતા ત્યારે બુડિયામાં બાઇક સ્લીપ થઈ. રોહિતે હેલમેટ પહેરી ન હોવાથી મોત થયું હતું. કેસ -2 : કાપોદ્રામાં રાત્રે લક્ઝરી અડફેટે મોતને ભેટેલા શૈલેષ રાઠોડની 3 દીકરી-1 દીકરો છે. શૈલેષને માથામાં ગંભીર ઈજા થઈ હતી. હેલમેટ પહેરી હોત કદાચ તેઓ બચી શક્યા હોત.

1. પુરૂષોત્તમનગર, મેઇન રોડ પર 2.પુણા કેનાલ રોડ 3.સ્વામી નારાયણ ગુરૂકૂળ પાસે, 4.સીમાડા જકંશન પાસે નહેરથી બાપા સીતારામ ચોક, 5.સરથાણા જકાતનાકા, નેચર પાર્ક ટીકીટબારી સામે, 6.રઘુકુલ ચોક, ઉમંગ હાઇટસ સામે BRTS રોડ, 7. લસકાણા સ્કાય વ્યુ શોપીંગ સામે, 8.સરથાણા વાલક પાટીયા ચાર રસ્તા, 9. કામરેજથી લસકાણા તરફ આવતાં જલારામ મંદિર પાસે, 10. સચિન-નવસારી રોડ યુનાઇટેડ સ્ટોન સામે, 11. સચિન એપેરલ પાર્કથી દુરદર્શન ટાવર તરફ જતા, 12. સચિન ગોકુલાનંદ કંપની સામે, 13. સચિન GIDC તલંગપુર પંચાયત સામે, 14. સચિન GIDC રોડ નં. ૦૨, સ્નેહા મિલના ગેટ સામે, 15. સચિન GIDC સાગર હોટલ પાસે, 16. પલસાણા હજીરા હાઇવે સચિન હોજીવાલા ગેટ, 17. સચિન-બુડિયા હાઈવે, 18. સચિનથી સુરત જતા પારડી કણદે ગામ ખાડીના બ્રિજ, 19. સચિન GIDC ગેટ નં. 2, 20. સચિન GIDC-1 સામે.

error: