Satya Tv News

વાગરામાં નબીપુર ગામે વૃક્ષારોપણ કરાયું
લાઈફ મિશન અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવી
ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને દૂર કરવા વૃક્ષારોપણ કર્યું
ભરૂચ સક્રિય પત્રકાર સંઘનો માન્યો આભાર
૧૦૦ થી વધુ વૃક્ષો વાવ્યા
રાષ્ટ્રગીત ગાન કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરાયો

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, નબીપુર ગ્રામ પંચાયત અને વન વિભાગ ભરૂચના સયુંકત ઉપક્રમે નબીપુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

વિશ્વ પર્યાવરણ દિવસની આગોતરા ઉજવણીના ભાગરૂપે નબીપુર ગામના જીન માર્ગની આજુબાજુ ૧૦૦ થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. કુમાર શાળામાં યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના નવનિયુક્ત પ્રમુખ જયશીલ પટેલે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને દૂર કરવા વૃક્ષારોપણ કરી તેનુ જતન કરવુ એજ માત્ર ઉપાય હોવાનુ જણાવ્યુ હતુ. પર્યાવરણની સમતુલા જાળવવા વૃક્ષા રોપણ કરવા બદલ ભરૂચ સક્રિય પત્રકાર સંઘ નો તેમણે આભાર માન્યો હતો.લાઈફ મિશન અંતર્ગત વન વિભાગ દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.ગ્રામ પંચાયતના પદાધિકારીઓને ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્મૃતિ રૂપે આભાર સહ પ્રશષ્ટિ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યુ હતુ. વૃક્ષારોપણ કાર્યક્રમમાં નબીપુર ગામના માજી ડે. સરપંચ અને સરપંચના પતિ મહેબૂબ ઉર્ફે બાલુ, ડે. સરપંચ ઇકરામ દશુ, મકબુલ મીંડા, પ્રમુખ જયશીલ ઉપપ્રમુખ નિલેશ ટેલર, કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પાટણવાડીયા, મંત્રી જીતેન્દ્ર રાણા, મંત્રી વિરલ રાણા, પી.આર.ઓ. જગદીશ સેડાલા સહિતના હોદ્દેદારો, સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્રગીત ગાન કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરાયો હતો.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સાથે સત્યા ટીવી વાગરા

error: