કડોદરામાં ડાઇંગમિલની પડી ચીમની
ચાર મકાન અને બાઈકને થયું નુકસાન
મિલની ચીમની પડતા 5 લોકો ઈજાગ્રસ્ત
ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા
PSI સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી
સુરત જિલ્લાના કડોદરા ખાતે મિલની ચીમની પડતા 5 લોકો ઈજાગ્રસ્ત થયા. ડાઇંગમિલની ચીમની પડતા ચાર મકાન અને બાઈકને નુકસાન થયું હતું.
બીપરજોય વાવાઝોડાના પગલે સમગ્ર પલસાણા પંથકમાં વહેલી સવારથીજ ભારે ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે, જેને પગલે મોડી સાંજે 8 વાગ્યાના અરસામાં સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે આવેલ તાંતીથૈયા અને કડોદરા નગરનીના સીમાડે તાંતીથૈયાની હદમાં આવેલ અવની ડાંઈગ એન્ડ પ્રિન્ટીંગ મિલની ચીમની કડોદરા નગરમાં આવેલ હરિધામ સોસાયટીના મકાન નંબર 251, 252, 253, 254, ઉપર પડી હતી. ચીમની પડવાના કારણે મકાનનો કેટલાક ભાગે નીચે રમી રહેલા 4 બાળકો અને એક મહિલા પર પડ્યો હતો, અને ઘર આંગણે પાર્ક કરેલી બાઇકનો ખુરદો બોલી ગયો હતો. અકસ્માતમાં ઘર આંગણે રમી રહેલા ચાર બાળકો તેમજ એક મહિલાને ઇજાઓ થઇ હતી. તેમજ એક બાળકને ગંભીર ઇજાઓ થતા તત્કાલીક સુરત ખાતે આવેલ મહાવીર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 4 વ્યકિતઓ ચલથાણની સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસ પી. એસ. આઈ. સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે.
વિડીયો જરર્નલિસ્ટ ધવલસિંહ ગોહિલ સાથે સત્યા ટીવી કડોદરા