Satya Tv News

વડોદરાના ઉભી રોડ વિસ્તારમાં બેફામ કાર અહંકારતા ચાલકે કાર અને ટુ-વ્હીલરોને અડફેટમાં લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ગોપી રોડ મલ્હાર પોઇન્ટ બ્રિજ પાસે બપોરના સમયે બનેલા બનાવની વિગત એવી છે કે એક કાર ચાલક ફૂલ સ્પીડે કાર લઈ ધસી આવતાં જગદીશ ફરસાણ નજીક તેણે સ્ટિઅરિગ પરનો કાબુ ગુમાવ્યો હતો.આ સાથે કારે બે થી ત્રણ બીજી કાર અને આઠથી દસ જેટલા ટુવ્હીલરોને અડફેટમાં લીધા હતા. બનાવને પગલે લોકોના ટોળા જામ્યા હતા. કોઈને જાનહાની થઈ ન હોવાથી અને મોટું નુકસાન નહીં થયું હોવાથી કારચાલક અને વાહન ચાલકો વચ્ચે સમાધાન માટે વાતચીત ચાલતી હતી.

આ બનાવ અંગે વારસિયા ગવર્મેન્ટ કોલોનીમાં રહેતા યુવાનએ કાર નંબરના આધારે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે, હું અને મારી પુત્રી બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે કાર ચાલકે એકસીડન્ટ કરતા અમને બંનેને ઈજા થઈ હતી. કાર ચાલકે ખર્ચ આપવાનો ઇનકાર કરતા પોલીસ ફરિયાદ કરવી પડી છે. પોલીસે કારના નંબરના આધારે ચાલકની તપાસ હાથ ધરી છે.

error: