ટીવી પર ક્રાઇમ શો જોઈને કરી પત્ની-પુત્રીની ઘાતકી હત્યા
ઘરમાંથી દુર્ગંધ આવતાં પડોશીઓએ પોલીસને જાણ કરી
દમણમાં પુત્રીના 10 ટુકડા કરીને નહેરમાં ફેંક્યાં, પત્નીની લાશ કોથળામાં ભરી, શખ્સે અચાનક કેમ કર્યું આવું, સામે આવ્યું
દાદરા અને નગર હવેલીમાં મંગળવારે બપોરે એક 53 વર્ષીય કારોબારીએ તેની પત્ની અને 15 વર્ષીય પુત્રીની કથિત રીતે હત્યા કરવાના આરોપસર ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે તેણે તેની પુત્રીના શરીરના 10 ટુકડા કર્યા અને તેને નહેરમાં ફેંકી દીધા. પોલીસને કોથળામાંથી પત્નીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આરોપીની ઓળખ સિલવાસાના ડોકમર્ડી વિસ્તારના રહેવાસી યોગેશ મહેતા તરીકે કરી હતી. યાર્નનો વ્યવસાય કરતા મહેતા તેમની પત્ની રેશ્મા (43) અને અને બે પુત્રીઓ સાથે રહેતા હતા. યોગેશ મૂળ ગુજરાતના સુરત જિલ્લાના મહુવા તાલુકાનો વતની છે.
મહેતાના ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ બાદ સોમવારે સાંજે રહીશોએ સિલવાસા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. ઘટના સ્થળે પહોંચીને પોલીસને રેશ્માની લાશ કોથળામાં મળી આવી હતી. પોલીસને ઘરમાં મહેતાની મોટી પુત્રી, જે માનસિક રીતે વિકલાંગ છે.
ચાલીમાં 15 રૂમના ભાડા અંગે તેની પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હતા. શનિવારે સાંજે આવી જ એક બોલાચાલી દરમિયાન, મહેતાએ તેની પત્ની પર હુમલો કર્યો હતો અને બાદમાં તેને હથોડાથી વાર કરીને મારી નાખી હતી. નાની પુત્રી માતાને બચાવવા આવતાં આરોપીએ તેને પણ મરી નાખી હતી અને આ દરમિયાન મોટી પુત્રીને રુમમાં પુરી દીધી હતી. ત્યાર બાદ મહેતાએ નાની પુત્રીના શરીરના ટુકડા કરી નાખ્યા હતા અને વાઘછીપ ખાતેની નહેરમાં વહાવી દીધાં હતા.
મંગળવારે પોલીસની ટીમે વાઘછીપાથી ચિબરકોચ તરફ જતી કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જે આશરે 4 કિ.મી.ની આસપાસ છે, અને શરીરના ભાગો મળી આવ્યા હતા.