ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલા અને તિરંગાના અપમાન બાદ ખાંડાની કરવામાં આવી હતી ધરપકડ, લંડનની હોસ્પિટલમાં નિધન
લંડનમાં ભારતીય તીરંગાનું અપમાન કરનાર ખાલિસ્તાની ખાંડાનું મોત
અમૃતપાલ સિંહના મુખ્ય હેન્ડલર અવતાર સિંહ ખાંડાનું લંડનની હોસ્પિટલમાં નિધન
સમર્થકોએ ઝેર પીધું હોવાની અને બ્લડ કેન્સરથી પીડિત હોવાની ચર્ચા
લંડનમાં ભારતીય તીરંગાનું અપમાન કરવામાં માસ્ટરમાઇન્ડ ખાલિસ્તાની ખાંડાનું મોત થયું છે. વાત જાણે એમ છે કે, ખાલિસ્તાની લિબરેશન ફોર્સ ને મોટો આંચકો લાગ્યો છે. બ્રિટનમાં KLF ચીફ અને અમૃતપાલ સિંહના મુખ્ય હેન્ડલર અવતાર સિંહ ખાંડાનું લંડનની હોસ્પિટલમાં નિધન થયું છે. ખાંડાને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ થવા પર તેના સમર્થકોએ ઝેર પીધું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. ખાંડા પંજાબનો રહેવાસી હતો અને તેનો જન્મ મોગા જિલ્લામાં થયો હતો.
KLF ચીફ અને અમૃતપાલ સિંહના મુખ્ય હેન્ડલર અવતાર સિંહ ખાંડા બોમ્બ બનાવવામાં નિષ્ણાત હતો. આ ખંડાએ વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહને 37 દિવસ સુધી છુપાવવામાં મદદ કરી હતી. બ્રિટનમાં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલા અને તિરંગાના અપમાન બાદ ખાંડાની ધરપકડ કરવામાં આવી હતી. ખંડા વિશે એવું કહેવાય છે કે, પંજાબમાં અમૃતપાસ સિંહને ઊભા કરવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, KLF ચીફ અવતાર સિંહ ખાંડાનું લંડનની એક હોસ્પિટલમાં મૃત્યુનું કારણ તેમના નજીકના સંબંધીઓ દ્વારા ઝેર પીધું હોવાનું અપાઈ રહ્યું છે. પરંતુ માહિતી એ છે કે અવતાર સિંહ ખાંડા બ્લડ કેન્સરથી પીડિત હતો, જે પછી તેમના શરીરમાં ઝેર ફેલાવાની આશંકા છે. વ્યક્ત કરવામાં આવી હતી. તે છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો.