Satya Tv News

પેવર બ્લોકનો રોડ વાહન ચાલકો માટે જોખમકારક
પેપર બ્લોકના કુંડીના ઢાંકણા તૂટવાનું યથાવત
કામ ન થવાના આક્ષેપો કરી રહ્યા છે વિપક્ષો
ગોબાચારી વાળી કામગીરી ચાલતી હોવાના આક્ષેપ
વિપક્ષો આંદોલન કરનાર હોવાનું સામે આવ્યું

પ્રથમ સામાન્ય વરસાદમાં જ પેવર બ્લોકના રસ્તાનું લોકાર્પણ થાય તે પહેલા જ પ્રથમ વરસાદમાં પેવર બ્લોક બેસી જતા જમ્પિંગ રોડ બની રહ્યો છે ત્યારે ત્રણ કરોડના આંધળ બાદ પણ પેવર બ્લોકનો રોડ વાહન ચાલકો માટે જોખમકારક સાબિત થયો છે, ત્યારે સતત પ્રથમ વરસાદમાં પણ પેપર બ્લોકની સાથે કુંડીના ઢાંકણા તૂટવાનું યથાવત રહ્યું છે.

ભરૂચ જિલ્લામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે, ત્યારે પૂર ઝડપે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે .બુધવાર ની સવારથી જ વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જેના પગલે ભરૂચમાં પાંચબત્તીથી શક્તિનાથ સુધીના ૩ કરોડના પેવર બ્લોકની કામગીરીની પોલ ખોલી પડી ગઈ છે. પ્રથમ અને સામાન્ય વરસાદમાં જ ત્રણ કરોડના ખર્ચે બની રહેલા પેવર બ્લોક ઠીક ઠેકાણે જમીનમાં બેસી ગયા હોવાની ઘટના સામે આવતા ખાડાઓ પડી રહ્યા છે. ત્યારે સતત પેપર બ્લોકની કામગીરી સાથે કુંડી ઉપર લગાવવામાં આવેલા ઢાંકણાઓ તૂટવાનું પણ યથાવત રહ્યું છે, જેના પગલે રોડની કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થઈ ગયા છે. અને લોકો હાલ તો પોતાના જીવના જોખમે પણ આ માર્ગ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે

રોડમાં ભ્રષ્ટાચાર અને ગોબાચારી થતી હોય છતાં પણ કોન્ટ્રાક્ટર એ પોતાનું કામ ચાલુ રાખ્યું છે. નગરપાલિકાએ પણ કોન્ટ્રાક્ટરને વારંવાર નોટિસ આપી છે .છતાં પણ ગુણવત્તા કામ ન થતું હોવાના આક્ષેપો પણ વિપક્ષો કરી રહ્યા છે ,જેના પગલે આગામી દિવસોમાં પેવર બ્લોકની ગુણવત્તા અને ગોબાચારી વાળી કામગીરી ચાલતી હોવાના આક્ષેપ સાથે વિપક્ષો મેદાનમાં ઉતરી આંદોલન કરનાર હોવાનું સામે આવી રહ્યું છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: