અંકલેશ્વર ને.હા.પર સર્જાયો અકસ્માત
બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો
ત્રણથી વધુ લોકોને પહોંચી ઈજાઓ
ઈજાગ્રસ્તની સારવાર માટે ખસેડાયા
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણથી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી
ટ્રક નંબર-જી.જે.૧૦.એક્સ.૮૯૧૪નો ચાલક અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ અન્ય ટ્રક ચાલકે ટ્રકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બંને વાહનોમાં સવાર ત્રણથી વધુ લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર