Satya Tv News

રાજ્યમાં વાવાઝોડાને કારણે સાવચેતીના ભાગેરૂપે ST તંત્ર દ્વારા અનેક રુટ રદ્દ કરવામાં આવ્યા, STની આવકમાં 1 કરોડનું ગાબડું

  • બિપોરજોય વાવાજોડાની ST વિભાગની આવક પર અસર
  • રાજકોટ સહીત સૌરાષ્ટ્રના ST બસ ડેપો સુમસામ
  • STની આવકમાં 1 કરોડનું ગાબડું, 1100 રૂટ થયા છે રદ

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર હવે ST વિભાગની આવક પર પડી છે. મહત્વનું છે કે, રાજ્યમાં વાવાઝોડાને કારણે સાવચેતીના ભાગેરૂપે ST તંત્ર દ્વારા અનેક રુટ રદ્દ કરવામાં આવ્યા હતા. આ તરફ હવે રાજકોટ સહીત સૌરાષ્ટ્રના ST બસ ડેપો સુમસામ જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે, STની આવકમાં 1 કરોડનું ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે

બિપોરજોય વાવાઝોડાને લઈ સાવચેતીના ભાગરૂપે ST વિભાગ દ્વારા અનેક રુટ બંધ કરવામા આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો કચ્છ, દ્વારકા, જામખંભાળીયા, પોરબંદર અને વેરાવળના રુટ બંધ કરવામાં આવ્યા છે. વધુ વિગતો મુજબ વાવાઝોડાને લઈ કુલ 1100 જેટલા રૂટ રદ થયા છે. જેની સીધી અસર સ્વરૂપે STની આવકમાં 1 કરોડનું ગાબડું પડ્યું છે. મહત્વનું છે કે, સુરતથી સૌરાષ્ટ્ર આવતી બસોના રૂટ પણ રદ થયા છે.

error: