Satya Tv News

જર્જરિત મકાનની છતનો ભાગ ધરાશાઈ, ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા બાદ સારવાર દરમિયાન મોત

સુરતમાં મકાનની છતનો ભાગ ધરાશાયી
છતનો ભાગ ધરાશાયી થતાં એકનું મોત
લાલગેટ પોલીસે શરૂ કરી તપાસ

સુરતના શાહપુરથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં મકાનની છતનો ભાગ ધરાશાઈ થતાં એક વ્યક્તિનું મોત થયું છે. વિગતો મુજબ જર્જરિત મકાનની છતનો ભાગ ધરાશાઈ થયા ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સુરતની હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત થયું છે.

બિપોરજોય વાવાઝોડાની અસર વચ્ચે સુરતના શાહપુર વિસ્તારમાં એક દુર્ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ સુરત શાહપોર વિસ્તારમાં જર્જરિત મકાનની છતનો ભાગ ધરાશાઇ થયો હતો. નોંધનીય છે કે, ભારે પવનને કારણે જર્જરિત મકાનની છતનો ભાગ ધરાશાઇ  થતાં રસ્તા પરથી પસાર થતાં વ્યક્તિ પર છતનો ભાગ પડતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. 

આ દરમિયાન ગભીર રીતે ઇજાગ્રસ્ત કૃણાલ પ્રવિનચંદ્ર દશેરવાળાને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ તરફ સ્મીમેર હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ કૃણાલ પ્રવિનચંદ્ર દશેરવાળાનું મોત નિપજ્યું હતું. આ તરફ ઘટનાને લઈ મૃતકના પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. સમગ્ર મામલે લાલગેટ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: