Satya Tv News

આ રાજ્યમાં સરકારે 6 મહિના સુધી હડતાળ કરવા પર રોક લગાવવાની નિર્ણય લીધો છે અને આ અંગે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે.

ઉતરાખંડમાં સરકારે લીધો મોટો નિર્ણય
6 મહિના સુધી હડતાળ કરવા પર રોક લગાવી
રાજ્ય સરકારે બહાર પાડ્યું જાહેરનામું

ઉતરાખંડમાં પુષ્કર સિંહ ધામી સરકારે મોટો નિર્ણય લીધો છે. એ હેઠળ રાજ્યમાં આવતા 6 મહિના સુધી હડતાળ કરવા પર રોક લગાવવામાં આવી છે. સરકારનું કહેવું છે કે ચોમાસાની સિઝનમાં અને ચારધામ યાત્રાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.

ચોમાસાના સમયગાળા દરમિયાન રાજ્યમાં ચાલી રહેલી ચારધામ યાત્રા અને સંભવિત કુદરતી આફતોને ધ્યાનમાં રાખીને, ઉત્તરાખંડ સરકારે 6 મહિના માટે રાજ્ય સેવાઓમાં હડતાળ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે.

error: