જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સેનાએ આતંકીઓના મેલા મનસુબાને નાકામ કર્યા છે.
સેનાએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા
કુપવાડામાં આતંકી હુમલાનું નિષ્ફળ ષડયંત્ર
સેનાના જવાનોએ કર્યા પાંચ આતંકીને ઠાર
આતંકવાદીઓ ઘૂષણખોરીની ફિરાકમાં
ધરતી પરનું સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં શાંતિ ડહોળવાનો આતંકીઓ દ્વારા અવારનવાર પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ ભારતીય સેનાના જવાનો આતંકીઓને જડબાતોડ જવાબ આપે છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ભારતીય સેનાએ આતંકવાદીઓના આવા મેલા મનસુબાને નિષ્ફળ બનાવાયા છે. આતંકવાદીઓ કાશ્મીરમાં હુમલાની ફિરાકમાં હોવાના ઈનપુટ મળતા જ જમ્મુ કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળોને નજીક આવતા જોઈ ફાયરિંગ શરૂ કર્યું હતું. આ પછી સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરતા એન્કાઉન્ટર શરૂ થયું હતું. જેમાં પોલીસ અને સેનાના જવાનોએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.જોકે હજુ પણ આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી રહી છે. જેને લઈને પોલીસ અને ભારતીય સેનાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.