Satya Tv News

સુરત શહેરના છેવાડે આવેલા સચીનમાં હોજીવાલા એસ્ટેટમાં આજે સવારે યાર્નની કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થતાં કંપનીમાં કામ કરી રહેલા ત્રણ કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચી હતી. જેઓને તાત્કાલિક અન્ય કર્મચારીઓ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં એક કર્મચારીનું મોત નિપજ્યું હતું. જ્યારે બે અન્ય કામદારોને સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ સહિત સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ પોલીસ દ્વારા પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

error: