Satya Tv News

અંકલેશ્વર શહેરના બે અલગ અલગ સ્થળે એસબીઆઈ બેન્કના એટીએમ સેન્ટરમાંથી યુવતી સહીત બે વ્યક્તિઓના મદદ કરવાના બહાને એટીએમ બદલી ગઠીયો ૩૮ હજાર ઉપાડી લઇ ફરાર થઇ ગયો હતો

ભરૂચના મકતમપુર વિસ્તારના નવા બોરભાઠા ગામના પોસ્ટ ઓફીસ પાસે રહેતા રમેશ મંગુ પટેલ અંકલેશ્વર ઓ.એન.જી.સીમાં નોકરી કરે છે જેઓ ગત તારીખ-૮-૫-૨૩ના રોજ ઓ.એન.જી.સી. વર્કશોપ ગેટ પર આવેલ એસ.બી.આઈ.બેન્કના એટીએમ સેન્ટર ખાતે રૂપિયા ઉપાડવા ગયા હતા જેઓએ એટીએમમાં કાર્ડ નાખી રૂપિયા ઉપાડવા જતા રૂપિયા નહી ઉપડતા પહેલાથી જ અંદર હાજર ઇસમેં પોતે બેન્કનો કર્મચારી હોવાનું જણાવી રમેશ પટેલનો એટીએમ કાર્ડ બદલ તેમાંથી અગલ અલગ રીતે ૨૦ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા

જયારે આવી જ રીતે અંકલેશ્વરના કાજી ફળિયામાં રહેતી પલકબેન વિપુલભાઈ પરમાર ગત તારીખ-૧૫મી જુનના રોજ અંકલેશ્વરના ચૌટા નાકા પાસે આવેલ એસબીઆઈ બેન્કના એટીએમ સેન્ટરમાં એટીએમ કાર્ડનો પીક જનરેટ કરવા અને રૂપિયા ઉપડવા ગયા હતા તે દરમિયાન તેઓએ પીન જનરેટ કરવા અનેક પ્રયાસો કરવા છતાં પીન જનરેટ નહિ થતા ત્યાં ઉભેલ ઇસમેં મદદ કરવાના બહાને યુવતીનું એટીએમ કાર્ડ બદલી તેમાંથી અલગ અલગ રીતે ૧૮ હજાર રૂપિયા ઉપાડી લઇ છેતરપીંડી કરી હતી.આ બંને છેતરપીંડીના બનાવ અંગે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાવવા પામ્યો છે.

error: