Satya Tv News

આવતી કાલે એટલે કે 20 જૂનને અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા

  • આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા
  • અમદાવાદમાં જગન્નાથજીની 146મી રથયાત્રા
  • રથયાત્રાને લઈને શહેરમાં રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયા
  • લોકોએ અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે

આવતી કાલે એટલે કે 20 જૂનને અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. આ તરફ હવે આવતીકાલે જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈ અમદાવાદ શહેરમાં  ડાયવર્ઝન અપાયા  છે. 

Image

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈ તમામ તૈયારી થઈ ચૂકી છે. આ દરમિયાન હવે સુરક્ષાના ભાગરૂપે અમદાવાદના અમુક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ અંગે ગુજરાત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 19/6/2023 થી 20/06/2023 સુધી અમલમાં રહેશે. 

મહત્વનું છે કે, આવતીકાલે અમદાવાદમાં જગન્નાથજીની 146 મી રથયાત્રા નિકળનાર છે. રથયાત્રાને લઈને શહેરમાં રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયા છે. જેમાં ખાસ કરીને ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર બજાર રસ્તો, રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજાનો રસ્તો, આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલના રસ્તાઓ બંધ રહેશે. જેને લઈ લોકોએ અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે.  

ભગવાન જગન્નાથની મંગળવારે 146મી રથયાત્રા યોજાવાની છે જે રથયાત્રા પૂર્વે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રૂટનું નિરક્ષણ કર્યું હતું. જગન્નાથજી મંદિરે દર્શન કર્યા બાદ ગૃહ રાજ્ય મંત્રીએ સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આસ્થા અને વ્યવસ્થાનું મહાપર્વ રંગે-ચંગે અને સલામતી સાથે ઉજવાશે તેમજ રથયાત્રાની સમગ્ર સુરક્ષાના મોરચે 26 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે 16 કિમી રૂટની સમીક્ષા કરાઈ છે.

error: