Satya Tv News

શિનોરના દિવેર નર્મદા મઢી ખાતે થઈ ચોરી
અર્ટિગા ગાડીનો કાચ તોડી તસ્કરો કરી ચોરી
મોબાઈલ તથા રોકડ રકમની ચોરી કરી ફરાર
પોલીસ મથકે ઈસમો સામે ચોરીની નોંધાઈ ફરિયાદ
રૂ. 58,250ના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા

શિનોર તાલુકાના દિવેર નર્મદા મઢી ખાતે નદીના પટમાં લોક કરીને પાર્ક કરેલ અર્ટિગા ગાડી નો કાચ તોડી તસ્કરો રોકડ રકમ અને મોબાઈલ નંગ 6 મળી રૂપિયા 58,250 ના મુદ્દામાલ ની ચોરી કરી નાસી જતાં શિનોર પોલીસે અજાણ્યા ઈસમો સામે ચોરીની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શિનોર તાલુકાના દિવેર મૂકામે આવેલ નર્મદા મઢી સહેલાણીઓ માટે પરિવારજનો સાથે ન્હાવા માટેનું સૌથી મન ગમતું સ્થળ બની ગયું છે.જે અંતર્ગત દિવેર નર્મદા મઢી ખાતે નર્મદા નદીના ઠંડા પાણી ના રમણીય પટમાં દરરોજ આશરે 20 હજારથી વધુ સહેલાણીઓ પોતાના પરિવાર સાથે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ,નર્મદા સહિતના જિલ્લાઓમાંથી ન્હાવાની મજા માણવા માટે ઉમટે છે.જેને લઈને દિવેર નર્મદા મઢી ખાતે શિનોર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.તેમ છતાં ઝગડીયા તાલુકાના ગોવાલી ખાતે રહેતાં કંદર્પ પંડ્યા તેઓના પરિવારજનો સાથે અર્ટિગા ગાડી લઈને દિવેર નર્મદા મઢી ખાતે ન્હાવા ની મજા માણવા ગયાં હતાં.જ્યાં તેઓએ દિવેર નર્મદા મઢી ખાતે નદીના પટમાં પાર્ક કરીને મુકેલ અર્ટિગા ગાડીમાં સાત મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મૂકીને ગાડીને લોક કરીને નર્મદા નદીમાં ન્હાવા ગયાં હતાં.જેનો લાભ લઇ કોઈ ચોર ઈસમો ગાડીનો કાચ તોડી રૂપિયા 58,250 ની કિંમત ના મોબાઈલ ફોન અને રોકડ રકમની ચોરી કરી નાસી ગયા હતાં.જ્યારે સ્નાન કર્યા બાદ કંદર્પ પંડ્યા અને તેઓનો પરિવાર ગાડી પાસે આવ્યો ત્યારે ગાડીની બારી નો કાચ તૂટેલી હાલતમાં નીચે પડેલ જોવા મળ્યો હતો.જે બાદ ગાડીમાં તપાસ કરતાં તેમાંથી 7 મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 12,250 ગાયબ હતાં.જે બનાવ સંદર્ભે કંદર્પ પંડયાએ શિનોર પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદ ના આધારે શિનોર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

 બીજી બાજુ આ ઘટનાથી દિવેર નર્મદા મઢી ખાતે ન્હાવા અર્થે આવતાં સાહેલાણીઓમાં ફફડાટ ફેલાયો છે.

શિનોર….રાજેશ વસાવા

error: