Skip to main content

Satya Tv News

YouTube player

ભરૂચ જીલ્લાના પોલીસ વડા ડો.લીના પાટીલના માર્ગ દર્શન ભરૂચ જીલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવાની સુચનાના આધારે ભરૂચ એલ.સી.બીની ટીમ અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી બાતમી મળી હતી કે પાનોલી ગામમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ રાધે કિષ્ના અનાજ કરીયાણા દુકાનમાં ગેસના મોટા સિલિન્ડરમાંથી ગેસના નાના સિલિન્ડરમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફીલિંગ કરવામાં આવી રહ્યું છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 14 નંગ બોટલ,પાઇપ અને અન્ય સાધનો મળી કુલ 18 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મૂળ બિહાર અને હાલ પાનોલી ગામના જુમ્મા મસ્જીદ ટ્રસ્ટના દુકાનમાં રહેતો દિનેશકુમાર ગીરજા પ્રસાદ યાદવને ઝડપી પાડ્યો હતો

error: