Satya Tv News

મલાડના અક્સા બીચ પર ફરજ બજાવતા લાઇફ ગાર્ડઝ દ્વારા રવિવારના એક જ દિવસમાં માત્ર બે કલાકના સમયગાળામાં દસ જણને ડૂબતા બચાવ્યા હતા. જ્યારે બીજા નવ જણ સ્વયં દરિયામાંથી બહાર આવવામાં સફળ રહ્યા હતા. હાલ મુંબઇમાં ચોમાસુ શરૃ થયું ન હોવાથી દરિયા કિનારા પર સહેલાણીઓથી મોટી ભીડ જોવા મળે છે.

સહેલાણીઓની સંખ્યા વધતા લાઇફગાર્ડની સંખ્યા પણ વધારવામાં આવી છે. દરમિયાન રવિવારે અક્સા બીચ પર ખૂબ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડયા હતા. આ દરમિયાન સાંજે ૪થી ૭ દરમિયાન પાણીની સપાટી વધવાથી ડૂબવા માંડયા હતા. આ વાતની જાણ થતા જ બીચ પર ફરજ બજાવતા સાત લાઇફ ગાર્ડએ તરત જ પાણીમાં ઝંપલાવ્યું હતું અને ૧૯માંથી ૧૦ જણને ડૂબતા બચાવી તેમને કિનારે લાવી તેમનો જીવ બચાવ્યો હતો. આ લોકોમાં મહિલા અને બાળકોનો સમાવેશ થતો હતો.

જ્યારે ડૂબી રહેલા અન્ય ૯ જણ જેમતેમ પાણીમાંથી બહાર આવવામાં સફળ રહ્યા હતા. આ ઘટનાને પગલે પ્રશાસને મુંબિના વિવિધ બીચ પર આવતા સહેલાણીઓને સતર્ક રહેવાનું આહવાન કર્યું હતું. આ સાથે જ બીચ પર ફરજ બજાવતા લાઇફ- ગાર્ડને પણ આવી સ્થિતિમાં સાવચેત બની સહેલાણીઓ પર વિશેષ નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. આ સંદર્ભે માલવણી પોલીસે જણાવ્યું હતું કે વિકેન્ડ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડયા હતા પણ લાઇફગાર્ડે ઉત્તમ ફરજ બજાવી ૧૦ જણને ડૂબતા બચાવ્યા હતા.

error: