Satya Tv News

ઉત્તર પ્રદેશના આઝમગઢમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, એક પિતા પર પોતાના 6 વર્ષના એક પુત્રને પાણીમાં ડૂબાડીને હત્યા કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ચારે બાજુ ચર્ચા જગાવનારી આ ઘટના ઉતરૌલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ભદેવા મઝૌલી ગામની છે. મૃતક યુવકનું કહેવું છે કે તેના પિતાને દારૂ પીવાની આદત છે. પત્નીએ આરોપ લગાવ્યો છે કે પતિએ દારૂ પીને પૈસા માગ્યા હતા, જે તેણીએ આપ્યા ન હતા, આથી તે ઉશ્કેરાય ગયો હતો. બાદમાં પતિએ તેના દીકરાને ગામની બહાર આવેલા તળાવમાં ડૂબાડીને હત્યા કરી નાખી હતી. હાલ પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Created with Snap
error: