ભરૂચ જિલ્લાના 80 ફાર્મા ઉદ્યોગોને થશે ફાયદો
સરકાર દ્વારા 394 દવાઓ પરના પ્રતિબંધ
દવાના ઉત્પાદનના રો – મટિરિયલ માગમાં વધારો નોંધાશે
એક જ ગોળીના બદલે હવે અલગ અલગ ગોળી મળશે
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, વિલાયત અને દહેજ સહિતની જીઆઇડીસીઓમાં આવેલાં ફાર્મા ઉદ્યોગોને ફાયદો થવાના અણસાર દેખાય રહયાં છે. જેનું કારણ રાજય સરકારે તાજેતર મોલેકયુલ કોમ્બિનેશન ધરાવતી 394 જેટલી દવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અંકલેશ્વર – પાનોલી GIDCમાં મોલેકયુલ દવાઓ સાથે સંકળાયેલી 3 જેટલી કંપનીઓ આવેલી છે પણ હવે દરેક દર્દ માટે અલગ દવા આવવાની હોવાથી ભરૂચ જિલ્લામાં ફાર્માસ્યુટીકલ ક્ષેત્રની 80 કરતાં વધારે કંપનીઓને ફાયદો થશે. હાલમાં બજારમાં અનેક બિમારીઓ માટે એક જ દવા મળતી હોય છે. દાખલા તરીકે શરદી, ખાંસી અને તાવ માટે લોકો એક જ ગોળી લેતાં હોય છે. હવે આવી મોલેકયુલ કોમ્બિનેશન ધરાવતી દવાઓ પર પ્રતિબંધ મૂકયો છે. જેના કારણે હવે દરેક બિમારી માટે અલગ અલગ દવાઓનું ઉત્પાદન કરવાનું રહેશે. હાલમાં જ સરકારે આવી 394 દવાઓ પર પ્રતિબંધ મૂકયો છે.
જેના કારણે ભરૂચ જિલ્લાના ફાર્મા ઉદ્યોગો માટે નવી તકો ઉભી થઇ છે. અનેક બિમારીઓ માટે એક દવાના બદલે જુદી જુદી દવાઓ બનાવવાની હોવાથી ઉદ્યોગોને મળતાં ઓર્ડરમાં વધારો થશે. પેરાસિટામોલ, એમોક્સિસિલિન, નિમેસુલાઈડ જેવી દવાઓના ઉત્પાદકો વેચાણ વધારવા અવનવા મોલેક્યુલના કોમ્બિનેશન બનાવી બજારમાં દવાઓ વેચાણ માટે મુકતા હોય છે જેના પર હવે અંકૂશ આવશે અંકલેશ્વર ઉદ્યોગમંડળના પૂર્વ પ્રમુખ મહેશ પટેલ જણાવે છે કે, શરદી, ખાંસી, તાવ જેવા અલગ અલગ રોગની એક દવા આવતી હતી. આ પ્રકારની દવાઓ પર સરકારે પ્રતિબંધ મુક્યો છે. અલગ અલગ રોગની એક જ દવાના બદલે હવે અલગ અલગ રોગની અલગ અલગ દવાઓ અમલમાં આવશે. જેથી દવાઓની માનવ શરીર પર થતી આડઅસરો ઘટાડી શકાશે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર