બે દિવસ પૂર્વે ગેસ વછૂટતાં ગામજનો હતા ભાગ્ય
સંસદ મનસુખ વસાવાએ ગ્રામજનોની લીધી મુલાકાત
વિકાસ માટે ઉદ્યોગ જરૂરી પણ આરોગ્ય સાથે રમત ખોટી – સંસદ
અંકલેશ્વર તાલુકાની પાનોલી GIDCમાં બે દિવસ પહેલાં ગેસની અસરના કારણે લોકોને ઘર છોડીને ભાગવું પડયું હતું. જે સંદર્ભે ભરૂચના સાંસદે ગેસ ગળતરથી પરેશાન સંજાલી ગામના લોકોની મુલાકાત લીધી હતી.
વિકાસ માટે ઉદ્યોગ જરૂરી પણ લોકો ના આરોગ્ય સાથે થતી રમત ખોટી છે. બે દિવસથી ગેસ ગળતરથી પરેશાન સંજાલી ગામના લોકોની મુલાકાત લઇ તેમની વ્યથા સાંભળી હતી. સંજાલી ગામમાંછેલ્લા 6 મહિનામાં3 વખત વછુટેલાં ગેસ ને લઇ લોકો ઘરબાર છોડી ભાગવા નો વારો આવ્યો હતો. લોકો ડર ના મળ્યા ઘર બહાર નીકળવા માટે ડરી રહ્યા છે. તો પરપ્રાંતીય કામદારો તો અન્યત્ર પરિવાર સાથે ખસી જવા માટે વિચારી રહ્યા છે.
એક તબક્કે પાનોલી ઔદ્યોગિક વસાહત અને સંજાલી ગામ વચ્ચે 500 થી 700 મીટર નું અંતર હતું જો કે ઔદ્યોગિક વિકાસ વધતા બને હવે એકમેક માં થઇ ગયા છે. આ વચ્ચે પાનોલી ઔદ્યોગિક વિસ્તાર માં ભૌગોલિક વિસ્તારને ધ્યાને ના લઇ આડેધર રહેણાંક વિસ્તાર નજીક પણ કેમિકલ યુનિટીનેમંજૂરી આપતા પરિસ્થિતિ સર્જાઈ છે.
પાનોલી એસેટ માંરાસાયણિક ઉદ્યોગો ને અન્યત્ર ઝોનમાં સિફત કરવા અથવા હવા ફેલાવતી કંપની સામે કડક કાર્યવાહી કરી માંગ સાથે ગ્રામજનો દ્વારા એક ગ્રામ સભા બોલાવી હતી.
જે ગ્રામસભામાં તમામ કાર્યક્રમ છોડી ને સાંસદ મનસુખ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ડૉ નિતેન્દ્રસિંહ દેવધારા સહીત હોદ્દેદારો દોડી આવ્યા હતા. જેમાં ગ્રામજનોની રજુઆત સાંભળી હતી. ખાસ કરીને સંજાલી ગામ ને અડી ને આવેલા કેમિકલ ઉદ્યોગ ને લઇ લોકો નાઆરોગ્ય પર ખતરો ઉભો થઇ રહ્યો છે. અને વારંવાર ગેસ ગળતર થઇ રહ્યું છે તેને સાંસદે ચિંતાજનક ગણાવ્યું છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર