ત્રણે અકસ્માતમાં સદનસીબે કોઈ જાણહાની નહીં
નર્મદા મૈયા બ્રિજ ઉપર આજરોજ જાણે અકસ્માતોની હારમાળા સર્જાઈ ગઈ હોય તેમ એક બાદ એક ગણતરીના કલાકમાં જ 3 અકસ્માતો થયા હતા.જેમાં વહેલી સવારે પ્રથમ બે એસ.ટી. છાપરા પાટિયા નજીક બે એસ. ટી બસ એક ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો એસટી બસએ આચનક બ્રેક મારતા પાછળ આવતી એસટી ની વોલ્વો ,કાર અને બાઇક એકબીજા પાછળ અથડાયા હતા.જેમાં બસમાં મુસાફરો ને સામાન્ય ઇજા જ્યારે બાઇક સવારોને 108 ની મદદ થી હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા.જે બાદ અંકલેશ્વર -ભરૂચ તરફથી આવતી સ્વીફ્ટ કાર, ઇકો અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જ્યારે 3 અકસ્માતમાં મારુતિ વાન ચાલકે અચાનક બ્રેક મારતા ની સાથે જ વરસાદના કારણે થયેલા ભીના રોડ પર ગાડી ના ટાયરોએ સ્લીપ મારતા મારુતિ વાન રોડ સાઈડ પર ઉતરી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે અવારનવાર થતાં અકસ્માતોના પગલે વાહનોની સાથે સાથે લાગેલા રોડ પરની સ્ટ્રીટ લાઈટ ના થાભલાઓ પણ અકસ્માતના કારણે શ્રતિગસ્ત થવા પામ્યા છે