Satya Tv News

રાત્રિના સમયે એક રેસ્ટોરન્ટમાં અચાનક ગેસ વિસ્ફોટ અને એક સાથે 31 લોકોના કરુણ મોત, 7 લોકો હોસ્પિટલમાં દાખલ

ચીનની એક રેસ્ટોરન્ટમાં મોટો વિસ્ફોટ
યિનચુઆન પ્રાંતમાં રેસ્ટોરન્ટમાં ગેસ વિસ્ફોટ
31 લોકોના મોત જ્યારે 7 લોકો હોસ્પિટલમાં દાખલ

ચીનમાં બુધવારે રાત્રે એક મોટા અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, ચીનના યિનચુઆન પ્રાંતમાં એક રેસ્ટોરન્ટમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 31 લોકોના મોત થયા હતા. જ્યારે 7 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે હજી સુધી બ્લાસ્ટને લઈ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.

ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, બુધવારે રાત્રે ઉત્તર પશ્ચિમ ચીનના યિનચુઆનમાં એક બાર્બેક્યૂ રેસ્ટોરન્ટમાં ગેસ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 31 લોકોના મોત થયા છે અને સાતની સારવાર ચાલી રહી છે. ચીની મીડિયામાં જે તસવીરો સામે આવી છે, તે અકસ્માતની તીવ્રતા દર્શાવે છે.

બ્લાસ્ટ બાદ રેસ્ટોરન્ટ અને આસપાસની દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. તેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ સ્થળ પર હાજર છે. રેસ્ટોરન્ટમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ચીની પ્રશાસને આગના કારણની તપાસ શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 38 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

error: