ટ્યુશને જવા નીકળેલી છોકરી પર પોલીસવાળાએ કર્યો ગેંગરેપ
મર્ડર કરીને લાશ ટોકિઝ પાસે ફેંકી, ઘટનાથી ચકચાર
મંગળવાર સવારે પીડિતા ટ્યુશન જવા ઘેરથી નીકળી હતી ત્યારે ખજુવાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ અને બીજા કેટલાક લોકો તેનું અપહરણ કરીને એક આરોપીના ઘેર લઈ ગયા હતા જ્યાં તેની પર રેપ કરીને તેની હત્યા કરી નાખી હતી અને લાશને ટોકિઝ પાસે ફેંકી ગયા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આ જ મામલામાં યુવતીના પિતાએ ખાજુવાલા પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ મનોજ અને ભગીરથ અને અન્ય યુવકો વિરુદ્ધ બળાત્કાર અને હત્યાનો કેસ દાખલ કરાવ્યો હતો. યુવતી સવારે કોમ્પ્યુટર સેન્ટરમાં કોચિંગ માટે જતી હતી. ઘટનાના દિવસે પણ તે કોચિંગ માટે ઘરેથી નીકળી હતી ત્યારે પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકોએ મળીને તેની પર બળાત્કાર કર્યો અને તેની હત્યા કરી.