Satya Tv News

AMOD ROD

Jun 23, 2023 #AMOD, #gujarat

આમોદ તાલુકાના આછોદ ગામ થી દેણવા જવાનો રોડ ૧૭ વર્ષથી બનેલ ન હોવાથી ગામના રહીશો હેરાન પરેશાન

દેણવા જવાનો રોડ ૧૭ વર્ષથી નથી બન્યો
બનેલ ન હોવાથી ગામના રહીશો હેરાન પરેશાન
૧૦૮ રોડ ઉપરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ

આમોદ તાલુકાના આછોદ ગામ થી દેણવા જવાનો રોડ ૧૭ વર્ષથી બનેલ ન હોવાથી મછાસરા . માંગરોળ. વલીપોર. એટમપુરા. દેણવા ગામના રહીશો હેરાન પરેશાન. કામગીરી ના થાય તો ગાંધી ચિધ્યો માર્ગ અપનાવવાની ગ્રામ જનોની ચીમકી.છે

    આછોડ ગામ થી દેણવા ગામ તરફ જતો ૯.૬. કી. મી. રોડ નું પેચિંગ કાર્ય કરવા માટે ચાર ગામોના સરપંચો દ્વારા વહીવટી તંત્રને વારંવાર લેખિત આપવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી રોડ ૧૭ વર્ષ અગાઉ બનેલ હતો અને છેલ્લા બે વર્ષથી રિફ્રેશિંગ કાર્ય મંજૂર હોવા છતાં આ રોડ બનાવેલ નથી માટે આ રોડ ઉપરથી જવું ખૂબ જ મુશ્કેલ પડ્યું છે આ રોડ પર આવેલ ચાર થી પાંચ ગામોમાં ડીલેવરી જેવા કેસો કે કુદરતી આફત કે કોઈ ઓચિંતુ બીમાર થાય તો ૧૦૮ ની સેવા આવે તો આ રોડ ઉપરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. ચોમાસા દરમિયાન આ રોડ ઉપર રેલ સંકટ પાણી પર ભરાઈ આવે છે.  

     જ્યારે આ રોડ ઉપરથી ઓ.એન.જી સી.ના તમામ વાહનો તથા મીઠા અગરના વાહનો પણ પસાર થાય છે. કેટલીક વાર અકસ્માતો પણ સર્જાય છે. આ  રોડ ઉપર એક થી દોઢ ફૂટ ઊંડા અને ત્રણ થી પાંચ ફૂટ લાંબા ખાડા પડેલ છે. જેની લેખિત વારંવાર આપતાં  તંત્ર દ્વારા ખાડા પૂરવા માટે છુટ્ટા મેટલ નાખી આપવામાં આવેલ છે જે મેટલ છુટા હોવાથી બાઇક સવાર તથા ફોરવીલ ને ચલાવવામાં મુશ્કેલી પડે છે..આશ્ચર્યની વાત એ છે કે તા.૨૮-૧૨-૨૦૨૧ ના રોજ" દિવ્ય સીમંધર કન્સ્ટ્રક્શન"  પ્રા. લી. વડોદરા ને રોડ રિફ્રેસીંગ માટેની કામગીરી માટે વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો અને જે કામગીરી તા. ૨૭-૦૯-૨૦૨૨ ના રોજ પૂર્ણ કરવાની સમય મર્યાદા હતી પરંતુ હાલ આ રોડ ઉપર કોઈ પ્રકારની કામગીરી કરેલ નથી તો શું આ કામગીરી ફક્ત કાગળ ઉપર જ હતી ? શું તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર કામગીરી કરેલ છે કે નહીં તેની તપાસ થતી ન હતી ?  આ સમાચાર પ્રસિદ્ધિથી સરકારી કર્મચારી કામગીરી કરાવશે કે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરશે કે પછી પ્રજાને આજ રોડ ઉપરથી જવું પડશે એ જોવા નું રહ્યું.

વિડીયો જર્નાલિસ્ટ ઈરફાન પટેલ સત્યા ટીવી આમોદ

Created with Snap
error: