Satya Tv News

કલોલમાં અત્યાર સુધી કોલેરાના 11 જેટલા કે, કલેક્ટર દ્વારા કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો

ગાંધીનગરના કલોલમાં કોલેરાનો હાહાકાર
ન.પાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
અત્યાર સુધી 11 જેટલા કેસ નોંધાયા

ગાંધીનગરના કલોલમાં કોલેરાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. વાત જાણે એમ છે કે, ગાંધીનગર કલેક્ટર દ્વારા કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, કલોલમાં અત્યાર સુધી કોલેરાના 11 જેટલા કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ અગાઉ પણ રેલવે ફાટક વિસ્તારમાં કોલેરાના સૌથી વધુ કેસ નોંધાયા હતા.

ગાંધીનગર જિલ્લાના કલોલમાં વરસાદ બાદ હવે કોલેરાએ માથું ઊંચક્યું છે. વિગતો મુજબ અત્યારસુધી કલોલમાં કોલેરાના 11 જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે. આ તરફ હવે ગાંધીનગર કલેક્ટરે નોટિફિકેશન જાહેર કરી કોલેરાગ્રસ્ત વિસ્તાર અંગે માહિતી આપી છે. જેમાં કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે.

મહત્વનું છે કે, કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનમાં કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. અગાઉ પણ રેલવે ફાટક વિસ્તારમાં કોલેરાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. આ અગાઉ પણ કલોલના રેલવે ફાટક વિસ્તારમાં કોલેરા ફાટી નીકળ્યો હતો.

error: