ફાયર ટીમે ધાબા પર જઈ દોરડા વડે નીચે ઉતરી પહેલા બારીની ગ્રિલ કાપી, બાદમાં દિલધડક રીતે બારીમાંથી રૂમમાં પ્રવેશી બાળકને બહાર કાઢ્યું
ફાયર વિભાગનું દિલધડક ઓપરેશન
એક બિલ્ડિંગમાં રૂમમાં ફસાયું હતું બાળક
બારીમાંથી બાળકનું રેસ્ક્યૂ કરાયું
સુરતમાં એક ચોંકાવનારી અને માતા-પિતા અને પરિવાર માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતમાં એક વર્ષનું બાળકે રૂમને અંદરથી બંધ કરી દેતાં તે અંદર ફસાઈ ગયું હતું. જે બાદમાં પરિવાર પણ ચિંતામાં મુકાઇ ગયા બાદ ફાયર જવાનોએ મોરચો સંભાળ્યો હતો. ફાયરના જવાનોએ દિલધડક રેસ્ક્યૂ કરીને બાળકને હેમખેમ બહાર કાઢ્યો હતો.
સુરતના હરીપુરાનાં સુખડીયા વાડની એક બિલ્ડિંગમાં બાળક ફસાયું હતું. વિગતો મુજબ એક વર્ષના બાળકે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. જે બાદમાં પરિવારના લોકો ચિંતાતુર બન્યા હતા. આ દરમિયાન ફાયરની ટીમને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ તરફ ફાયર જવાનોએ ધાબા પરથી દિલધડક રીતે બારીમાં પ્રવેશી બાળકની રેસ્ક્યૂ કર્યું હતું.
બિલ્ડિંગમાં એક રૂમમાં એક વર્ષનું બાળકને બચાવવા ફાયરની ટીમે દિલધડક રેસ્ક્યું કર્યું હતું. જેમાં ફાયર ટીમે ધાબા પર જઈ દોરડા વડે નીચે ઉતરી પહેલા બારીની ગ્રિલ કાપી હતી. જે બાદમાં દિલધડક રીતે બારીમાંથી રૂમમાં પ્રવેશી બાળકને બહાર કાઢ્યું હતું. આ તરફ માસૂમને બહાર કાઢતા પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી હતી. નોંધનીય છે કે, આ સમગ્ર દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન ઘાંચી શેરીના ફાયરના જવાનોએ પાર પાડ્યું હતું.