Satya Tv News

ભરૂચમાં ઝનોર નજીક જવેલર્સને લૂંટયો
પિસ્તોલની અણીએ રૂ.1કરોડની લૂંટ ચલાવી ફરાર
લૂંટારુઓ 2 ગાડીઓમાં આવી લૂંટ ચલાવી ફરાર
દાગીના અને રોકડ 5 લાખના મુદ્દામાલની કરી લૂંટ
લૂંટારુઓનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા 

ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઝનોર વિસ્તારમાં જવેલર્સને આંતરીને લૂંટારુઓ પિસ્તોલ ની અણીએ રૂ 1 કરોડના મુદ્દામાલ ની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી.

ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઝનોર વિસ્તારમાં જવેલર્સને લુંટારાઓએ લૂંટી રૂ 1 કરોડના મુદામાલ લઇ કટ ચલાવી ફરાર થયા હતા. .ઘટનાની જાણ થતા ભરૂચ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર સોનાના દાગીનાનો વેપારી ઝણોરમાં દાગીનાની ડિલિવરી આપવા જઈ રહ્યો હતો ત્યારે બે કારમાં આવેલા લૂંટારૃઓએ વેપારીને હથિયાર બતાવી તેની તેની કારને આંતરી ઉભી રાખી કારમાંથી 4 થી 5 લોકો પિસ્ટોલ જેવા હથિયાર સાથે ઉતર્યા હતા.જેણે સોનાના દાગીનાના વેપારીને હથિયાર બતાવી તેની પાસેના 2 કિલો સોનાના દાગીના અને અંદાજિત 5લાખ રૂપિયા લૂંટી લઈ ફરાર થઇ ગયા હતા…ઘટનાની જાણ થતાં ભરૃચ પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ સહિત નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પૂછતાછ હાથ ધરી લૂંટારુઓ નું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: