Satya Tv News

PMOના ડાયરેક્ટર હોવાની ઓળખ આપનાર મયંક તિવારીને વડોદરા ગ્રામ્ય પોલીસ ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

વડોદરા ગ્રામ્ય પોલીસે નકલી PMO ઓફિસરની કરી ધરપકડ
સમાં વિસ્તારમાં રહેતા મયંક તિવારીની ધરપકડ
આરોપી PMOના ડાયરેક્ટર હોવાની આપતો હતો ઓળખ

PMOમાં અધિકારી છું કહીને જમ્મુ કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યુરિટી સાથે ફરતાની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે ગુજરાતમાં પણ ઠગાઈના ગુના નોંધાયા છે. રિમાન્ડ પૂર્ણ થતા કિરણ પટેલને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. ત્યારે વધુ એક ઠગ ઝડપાયો છે.

મહાઠગ બાદ વધુ એક બોગસ PMO ઓફિસરની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય પોલીસે PMOના ડાયરેક્ટરની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી આચરનાર ઠગ મયંક તિવારીની ધરપકડ કરી છે. સમાં વિસ્તારમાં રહેતો મયંક તિવારી લાંબા સમયથી પોલીસ અને સેન્ટ્રલ એજન્સીના રડારમાં હતો. જે પછી અંતે તેને ઝડપી લેવામાં આવ્યો છે.

વડાદરામાં આવેલી પારૂલ યુનિવર્સિટીના સંચાલકોને મંયક તિવારીએ પોતે PMOનો ડાયરેક્ટર હોવાની ઓળખ આપી શિક્ષણ ક્ષેત્રે રીસર્ચના પ્રોજેક્ટ માટે સરકારમાંથી મંજૂરી લાવી આપવાની વાત કહી હતી. જોકે, કિરણ પટેલની ધરપકડ થયા બાદ પારૂલ યુનિવર્સિટીના સંચાલકોને મયંક તિવારી પર શંકા ગઈ હતી.

જે બાદ સંચાલકો દ્વારા ખાનગી રીતે પોલીસ સહિત ઉચ્ચસ્તરે આ અંગેની જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી હતી. જે બાદ પોલીસે વિવિધ ગુના દાખલ કરીને સમાં વિસ્તારમાં રહેતા મયંક તિવારીની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા તેણે અત્યાર સુધીમાં કેટલા લોકોને બાટલીમાં ઉત્યાર્યા તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મયંક તિવારીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસા થઈ શકે છે.

error: