જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાર કરવાનો પ્રયાસ કરતા આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાનો એક જવાન ઘાયલ
જમ્મુ કાશ્મીરમાં LOC પર ઘૂસણખોરી નિષ્ફળ
કાશ્મીર પ્રવાસે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન ઘાયલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ કાશ્મીર પ્રવાસે છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની તેમની નાપાક પ્રવૃત્તિઓથી ડરતા નથી. જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાર કરવાનો પ્રયાસ કરતા આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાનો એક જવાન ઘાયલ થયો હોવાના અહેવાલ છે. આ એન્કાઉન્ટર પૂંચ જિલ્લાના ચક્કા દા બાગ વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે થયું હતું.
ભારતીય સેનાના જવાનોએ શુક્રવારે મોડી રાત્રે કેટલાક શકમંદોને ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરતા જોયા હતા. આ પછી તેમને સેના દ્વારા પડકારવામાં આવ્યો હતો. ત્યારપછી સેના પર આતંકીઓ તરફ ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો. આ પછી ભારતીય સેના તરફથી પણ જવાબી ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો. આ ફાયરિંગમાં એક જવાન ઘાયલ થયો હતો.
આ તરફ ઘટનાને લઈ ઘાયલ જવાનને તાત્કાલિક મિલિટરી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં જવાનની હાલત સુધારા પર છે. મહત્વનું છે કે, નિયંત્રણ રેખા પરથી ઘૂસણખોરીનો પ્રયાસ એવા સમયે કરવામાં આવી રહ્યો છે, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે. ઘૂસણખોરીના પ્રયાસ બાદ પુંછ નેશનલ હાઈવે પર પોલીસ અને સેના એલર્ટ મોડ પર છે. દરેક આવતા અને જતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે અને તેમને પૂછપરછ કર્યા પછી જ આગળ વધવાની મંજૂરી આપવામાં આવી રહી છે.આ પહેલા સવારે કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર માછિલ સેક્ટરમાં સુરક્ષા દળોએ ચાર ઘૂસણખોરોને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને માદક પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે.