Satya Tv News

ઉત્તર પ્રદેશ મૈનપુરીના ગોકુલપુર ગામના રહેવાસી સુભાષ યાદવનો આરોપી પુત્ર સોહવીર નોઈડામાં રહે છે. તે ત્યાં કમ્પ્યુટર સેન્ટર ચલાવે છે. ગુરૂવારે સુભાષ યાદવના નાના પુત્ર સોનુના લગ્ન યોજાયા હતા. સોહવીર થોડા દિવસ પહેલા પોતાના ભાઈના લગ્નમાં હાજરી આપવા માટે ગામમાં આવ્યો હતો. શુક્રવારે જાન ઈટાવાથી પરત ફરી હતી. રાત્રે ઘરે ડિનર રાખવામાં આવ્યું હતું. રાત્રે લગભગ 11 વાગ્યા સુધી ઘરમાં નાચ-નાચતા-ગાતા હતા. તે પછી તે બધા સૂઈ ગયા. નવપરિણીત યુગલ પણ અગાશી પર સુહાગરાત મનાવી રહ્યું હતું. આરોપીનો નાનો ભાઈ ભુલ્લર, તેનો મિત્ર દીપક, ફિરોઝાબાદનો રહેવાસી દીપક અને સાળો સૌરભ નીચે સૂતા હતા, આવા સમયનો લાગ લઈને આરોપી સોહવીર ફરસા વડે એક એકને કાપતો ગયો હતો અને પછી ધાબા પર સુહાગરાત મનાવી રહેલા ભાઈ-ભાભી પાસે પહોંચ્યાં અને ત્યાંથી પણ તેણે ફરસા વડે બન્નેને મારીને નીચે ઉતરી ગયો અને ઘરની પાછળની પછીતે જઈને લમણે ગોળી મારીને મરી ગયો હતો.

એવું માનવામાં આવે છે કે પોતાના ભાઈના લગ્નમાં આરોપી સોહવીરને કોઈને મજાક કરી હતી અને બધાએ તેના દાંત કાઢ્યાં હતા આ વાતને લઈને આરોપી ભારે ગુસ્સામાં હતો અને તેણે રાતે બધાને પાઠ ભણાવાનો વિચાર કર્યો અને તે પ્રમાણે ક્યાંથી ફરસો લાવીને ઘરના 6 સભ્યોને હણી નાખ્યાં અને છેલ્લે પછીતે જઈને પોતાને પણ ગોળી ખાઈને મરી ગયો. નવાઈની વાત તો એ છે કે આરોપી શાંત સ્વભાવનો હોવાનું મનાય છે. તેની પાસે અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ પણ નહોતો.

error: