સારા અલી ખાન તેની ફિલ્મ ‘જરા હટકે, જરા બચકે’ હિટ થયા બાદ ભગવાન મહાકાલનો આભાર માનવા ચોથી વખત દર્શન કરવા મંદિર પહોંચી હતી.
સારા અલી ખાન ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પહોંચી હતી
હાલ તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે
સારા અલી ખાન સંપૂર્ણ રીતે ભગવાનની ભક્તિમાં મગ્ન દેખાઇ
અભિનેત્રી સારા અલી ખાન શનિવારે સાંજે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પહોંચી હતી. ત્યાં તે સંધ્યા આરતી સમયે બાબા મહાકાલના દર્શન કરવા પહોંચી હતી. હાલ તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જણાવ દઈએ કે સારાએ મહાકાલેશ્વર મંદિરના નંદી હોલમાં લગભગ અડધો કલાક ધ્યાન કર્યું, ભગવાન શિવનો જાપ કર્યો. ભગવાન મહાકાલની આરતી થઈ રહી હતી ત્યારે સારા અલી ખાનનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. સારા અલી ખાન સંપૂર્ણ રીતે ભગવાનની ભક્તિમાં મગ્ન દેખાતી હતી. આરતી પછી સારા અલી ખાને ગર્ભગૃહમાં જઈને ભગવાન મહાકાલની પૂજા અને અભિષેક કર્યો હતો. આ પછી તે ઈન્દોર જવા રવાના થઈ ગઈ હતી.
સારા અલી ખાન તેની ફિલ્મ ‘જરા હટકે, જરા બચકે’ હિટ થયા બાદ ભગવાન મહાકાલનો આભાર માનવા આવી હતી. સારા ચોથી વખત ભગવાન મહાકાલના દર્શન કરવા મંદિર પહોંચી છે. સારા અલી ખાન ટ્રેડિશનલ ડ્રેસ સાડીમાં જોવા મળી હતી.આખી સાંજ આરતી દરમિયાન નંદી હોલમાં બેસીને ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા હતા. વાયરલ થયેલ એ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે આરતી દરમિયાન તે મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. સમગ્ર આરતી દરમિયાન તેણીએ પોતાની આંખો બંધ કરી અને ભગવાન મહાકાલ શિવનો જપ કરતી હતી.
લાલ ગુલાબી સાડી પહેરીને મંદિર પહોંચી હતી. સારા સાંજે ઈન્દોરથી ઉજ્જૈન પહોંચી હતી.તે ગયા મહિને 31 મેના રોજ પણ મહાકાલ મંદિર પહોંચી હતી. ત્યારબાદ તે 15 જૂન 2022ના રોજ ‘જરા હટકે, જરા બચકે’ની સફળતાની કામના કરવા માટે મંદિર પહોંચી હતી.
છેલ્લી વખત જ્યારે સારા અલી ખાન ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરવા પહોંચી હતી ત્યારે તેની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એટલું જ નહીં તે ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ હતી.ટ્રોલ કરનારાઓએ કહ્યું કે મુસ્લિમ હોવાના કારણે તે બાબા મહાકાલના દર્શન કેવી રીતે કરી શકે છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો. સારાને આ વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું કે લોકો જે ઈચ્છે તે કહી શકે છે, મને કોઈ સમસ્યા નથી. આ મારી પોતાની અંગત માન્યતાઓ છે.