નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ખુલ્લામાં પડેલા વાયરોમાં વરસાદી પાણી ભરાતા તેમાં કરન્ટ ફેલાયો હતો તેના કોન્ટેક્ટના આવતાં એક મહિલાનું મોત થયું હતું.
દિલ્હીમાં ચોમાસાની શરુઆતમાં બની પહેલી મોટી દુર્ઘટના
રેલવે સ્ટેશન પર પાણીમાં પડેલા વાયરોમાં દોડ્યો કરન્ટ
કરન્ટ લાગતાં મહિલા પ્રવાસીનું મોત
દેશમાં હવે ચોમાસું બેસી ગયું છે. દિલ્હીમાં પણ આજથી ભારે વરસાદ શરુ થયો છે પરંતુ વરસાદમાં પહેલી મોટી દુર્ઘટના બની છે. દિલ્હી રેલવે સ્ટેશન પર વીજ કરન્ટ લાગતાં એક મહિલા પ્રવાસીનું મોત થયું છે. સાક્ષી આહુજા નામની મહિલા ગઈ કાલે રાતે પતિ સાથે ટ્રેનમાં જવા માટે રેલવે સ્ટેશને પહોંચી હતી. રેલવે સ્ટેશનમાં વરસાદને કારણે વીજ વાયરો પાણી ભરાયેલા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેમાં કરંટ ચાલી રહ્યો હતો જીવંત વાયરના કોન્ટેક્ટમાં આવતાં સાક્ષીનું મોત થયું હતું.
સાક્ષી આહુજા નામની આ મહિલા સવારે લગભગ 5.20 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચી હતી. તેની સાથે બે મહિલાઓ અને ત્રણ બાળકો પણ હતા. સાક્ષીએ વરસાદથી બચવા વીજળીના થાંભલાને પકડી લીધો હતો જેના કારણે વીજ કરંટ લાગતા બે બેભાન બની હતી અને તરત તેને હોસ્પિટલ લઈ જવા પરંતુ બચાવી શકાઈ નહોતી.
CPRO નોર્ધન રેલવે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વરસાદને કારણે એકઠા થયેલા પાણીમાં કરન્ટ ફેલાવાને કારણે આ અકસ્માત થયો છે. એવું લાગે છે કે કેબલમાંથી હાલનું લીકેજ ઇન્સ્યુલેશન ફેલ્યોર થવાને કારણે થયું છે અને તે રેલવેની કામગીરીમાં કોઈ ઉણપ નથી અને આવી દુર્ઘટના ફરીથી ન થાય તે માટે તકેદારી રાખવામાં આવશે.