હિમાચલના શિમલાની સ્કૂલમાં સામે આવ્યો ડિજિટલ રેપનો કિસ્સો
12 વર્ષના છોકરાએ સાત વર્ષની છોકરીનું કર્યું યૌન શૌષણ
અંગૂઠા અને આંગળીઓથી પીડિતાના પ્રાઈવેટ પાર્ટનો કર્યો ટચ
શિમલામાં એક બાળકી સાથે ડિજિટલ રેપનો મામલો સામે આવ્યો છે. સમરહિલની સ્કૂલમાં ભણતી સાત વર્ષની બાળકી સાથે અહીં ભણતા 12 વર્ષના એક છોકરાએ ડિઝિટલ રેપ કર્યો હતો. આ વાતની જાણ પરિવારને થતાં તેઓએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પીડિતાની માતાએ દીકરી સાથે થયેલા યૌન અપરાધની જાણકારી આપી છે. દીકરી સાથે દુષ્કર્મ કરનાર વ્યક્તિ આ જ સ્કૂલમાં ભણતો 12 વર્ષનો છોકરો છે. ફરિયાદમાં જણાવાયું છે કે આરોપી વિદ્યાર્થીએ અંગૂઠા અને આંગળીઓ વડે પીડિતાના પ્રાઈવેટ પાર્ટ સાથે ચેડા કર્યાં હતા. પોલીસે આઈપીસીની કલમ 376 અને 506 અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરુ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ અંગે શાળામાં તૈનાત સ્ટાફ અને શિક્ષકોની પૂછપરછ કરવામાં આવશે. સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવશે.
જો કોઈ વ્યક્તિ બાળકી કે મહિલાની સંમતિ વગર તેના પ્રાઈવેટ પાર્ટને આંગળીઓ કે અંગૂઠાથી સ્પર્શ કરે તો તેને ડિજિટલ રેપ કહેવામાં આવે છે. હકીકતમાં અંગ્રેજી શબ્દકોશમાં આંગળી, અંગૂઠો, અંગૂઠાને ડિઝિટ દ્વારા રજૂ કરાયા છે આવી સ્થિતિમાં, આવા કૃત્યને ડિજિટલ રેપ નામ આપવામાં આવ્યું છે. વિદેશની જેમ ભારતમાં પણ ડિજિટલ રેપને ગુનાની કેટેગરીમાં રાખવામાં આવ્યો છે અને તેની સામે કાયદો પણ બનાવાયો છે.