40 ની ગતિ મર્યાદાથી વધુ ચાલતા વાહનો પર દંડનીય કાર્યવાહી
ભરૂચ માં નર્મદા મૈયા બ્રિજ પર અવારનવાર અકસ્માતોના વધતા બનાવોને રોકવા ગતરોજ ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા જિલ્લા પોલીસવડા ડો. લીના પાટીલ દ્વારા આરટીઓ,ભરૂચ એસટી વિભાગ અને જિલ્લા ટ્રાફિક સહિત ના અધિકારીઓને અકસ્માત નિવારણ બાબતે સૂચનનો કર્યા બાદ વહીવટી તંત્ર દ્વારા બ્રિજ પર થી પસાર થતા વાહનોની 40 કિલોમીટરની ગતિ મર્યાદા સાથેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે.જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા ટ્રાંફિક પોલીસ પીઆઈ એસ કે ગામીત દ્વારા એક ગતિ મર્યાદા માપવા માટે ના સ્પીરોમીટર સાથે માં નર્મદા મૈયા બ્રિજ પર એક દ્રાઈવ યોજવામાં આવી હતી.જેમાં 40 કિલોમીટરથી વધારે ગતિ થી પસાર થતા વાહનો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.